For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ, રાજ્યમાં કુલ 68.70% મતદાન થયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઇ શરૂ થઇ છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની તમામ અપટેડ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુરુવારે, સવારે 8 વાગ્યાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થશે. નોંધનીય છે કે આજે 14 જિલ્લાના 93 બેઠકો પર મતદાન થશે. જેમાં મુખ્યરૂપે પૂર્વી અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થશે. આ મતદાનમાં કુલ 851 ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. અને 2.2 કરોડ મતદાતા ઇવીએમ મશીનનો ઉપયોગ કરીને મતદાન કરશે. સાથે જ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જેવા નેતાઓ મતદાન કરશે. આમ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરપારની લડાઇ શરૂ થશે. જેના પરિણામ 18 ડિસેમ્બરના રોજ આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની તમામ અપટેડ જાણવા માટે આ પેજની રીફ્રેશ કરતા રહો. કારણ કે અમે તમને અહીં પળે પળેની જાણકારી આપીશું.

રાજ્યમાં બીજા તબક્કામાં 68.70% મતદાન થયું બનાસકાંઠામાં 74%, પાટણમાં 66%, મહેસાણામાં 75% ,સાબરકાંઠામાં 77%, અરવલ્લીમાં 66%, ગાંધીનગરમાં 65%, અમદાવાદમાં 63%, આણંદમાં 73%, ખેડામાં 70% મતદાન મહિસાગરમાં 65%, પંચમહાલમાં 72%, દાહોદમાં 60% વડોદરામાં 73%, છોટાઉદેપુરમાં 70% મતદાન. નોંધનીય છે કે સાબરકાંઠામાં સૌથી વધુ 77% મતદાન થયું અને દાહોદમાં સૌથી ઓછું 60% મતદાન થયું

5: 00 PM ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગે થયું પૂર્ણ. 4 વાગ્યા સુધી કુલ 62 ટકા મતદાન થયું.

3:40 PM : બાયડ વિધાનસભા મતદાર યાદીમાં નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટ શાહીનબાનુંનું નામ ગાયબ થતા વિવાદ.

3:30 PM : પાલનપુર તાલુકાના સદરપુર ગામની સામ સામે પથ્થરમારો. પોલીસ કાફલો ખડકી દેવાયો. તો બીજી તરફ પાલનપુરમાં ખસા ગામે મોબાઇલ બ્લુટૂથ દ્વારા કનેક્ટ કરવાનો આક્ષેપ થયો છે.
3:25 PM : ગુજરાત ના પ્રથમ નાગરિક રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીજી એ ગાંધીનગર માં પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો.

3:20 PM : મુખ્યસચિવ ડો.જે.એન.સિંહે ગાંધીનગર માં મતદાન કરી વિધાનસભા 2017 ચૂંટણી માટે પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો. સાવલી ના લસુન્દ્ર ગામ ની સ્કૂલમાં પણ બ્લુટુથ કોનેક્ટ થવાની ફરિયાદ.
3:15 PM : વડાલીની પી.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં બોગસ વોટ કરતા એક ઝડપાયો

3:12 PM : થરાદ તાલુકાના ગણેશપુરામાં બોગસ મતદાનને લઈને મારામારી બીજેપીના કાર્યકર્તાઓ બોગસ મતદાન કરતા હોવાનો અપક્ષ ઉમેદવારના એજેન્ટ લગાવ્યો આરોપ.

3: 1036 PM બપોરે 3 વાગ્યા સુધી કુલ મતદાન 46.65 થયું છે.

1:53 PM : ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર મતદાન માટે પહોંચ્યા. અહીં તેમણે મતદાન આપ્યું.

advani

12:57 PM : ભૂતપૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરાના અકોટાથી કર્યું મતદાન

12: 22 PM : અમદાવાદના સાબરમતી વિસ્તારની રાણીપ ખાતેના 115માં બૂથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મતદાન. મતદાન માટે પીએમ મોદી અન્ય મતદાતા સાથે ઊભા રહ્યા લાઇનમાં. ભાજપના સાંસદ અરવિંદ પટેલ અને કોંગ્રેસના સાંસદ જીતુ પટેલ આ સીટ પરથી ઊભા છે. વડાપ્રધાન આપ્યો મત. લોકોના ટોળા લાગ્યા સેલ્ફી લેવા માટે

12 :20 PM : અમદાવાદમાં મતદાન માટે લાઇનમાં ઊભા રહ્યા PM મોદી

modi

12:16 PM : PM મોદી અમદાવાદના રાણીપમાં મતદાન માટે પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને પણ મતદાન કરવાની કરી અપીલ. મોટી સંખ્યામાં લોકો પીએમ મોદીની એક ઝલક જોવા ઉમટ્યાં.

12:00 કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરથી કર્યું મતદાન

11:26 AM : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કર્યું મતદાન. આણંદથી ભરતસિંહે કર્યું મતદાન.

11: 20 AM : 11 વાગ્યા સુધીમાં 20 ટકા મતદાન થયું. જિલ્લા પ્રમાણે જોવા જઇએ તો અમદાવાદમાં 17, વડોદરામાં 12, મહેસાણામાં 15, છોટાઉદેપુર 5, સાબરકાંઠા 15, બનાસકાંઠા 12, ખેડા 13, પાટલ 13, ટકા મતદાન થયું છે.

11: 00 AM : વડાલી તાલુકાના વિવાવ ગામમાં ઇવેએમ મશીન બગડ્યું. ગામલોકોએ 2 કલાક વધુ મતદાન કરવા સમય માંગ્યો.

10:50 AM : ખેડા જિલ્લામાં સાંસદ દેવુસિંહ ચૌહાણે કર્યું મતદાન

10:30 AM : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીથી કર્યું મતદાન

10: 25 AM: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કર્યું મતદાન. વિરમગામથી હાર્દિક પટેલે કર્યું મતદાન

9:50 AM : બનાસકાંઠાઃ ધાનેરાના કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલે કર્યું મતદાન. સાથે જ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો બીજી તરફ દિયોદરમાં મંત્રી અને ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણે કર્યું મતદાન કર્યું.

9:45 AM : નાણાં મંત્રી અરુણ જેટલીએ અમદાવાદના વેજલપુરામાં લાઇનના ઊભા રહી કર્યું મતદાન

hardik patle

9:30 AM : વડોદરા શહેર વાડી બેઠક પર EVM મશીન બગડ્યું. એકતા નગર, સિંધુ સાગર, આજવા રોડ પર પણ મશીન ખોટવાયાની ખબર. કોંગ્રેસ કર્યો વિરોધ.

9:21 AM : શંકરસિંહ વાઘેલા વાસણ ગામમાં મતદાન કર્યું

9:20 AM : ધાનેરાના બીજેપીના ઉમેદવારે ઉમેદવાર માવજીભાઈ દેસાઈએ પોતાના ગામ બાઈવાડામાં કર્યું મતદાન. ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તેમની પત્ની સાથે આવીને કર્યું મતદાન

9:20 AM : રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કર્યું મતદાન

sankarsingh

9:20 AM : કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કર્યું મતદાન

9:17 AM : અરવલ્લી જિલ્લામ બે ઈવીએમ, પાટણ જિલ્લામાં 5 EVM ,ધનસુરા અને મોડાસાના ઝાલોદરમાં પણ ઇવીએમ મશીન ખોટકાયાની ફરિયાદ મળી છે. ચૂંટણીપંચે તાત્કાલિક EVM બદલાવીને તાજવીજ હાથ ઘરી છે.

9:10 AM : અમિત શાહે પણ અમદાવાદના નારણપુરા વિસ્તારથી તેમની પત્ની સાથે આવીને કર્યું મતદાન.

9:05 AM : ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ તેમની પત્ની સાથે મતદાનકેન્દ્ર આવીને કર્યું મતદાન.

9:00 AM : હાર્દિક પટેલના માતા પિતાએ વિરમગામથી કર્યું મતદાન. મતદાન પહેલા તેમણે કરી પ્રાર્થના.

8:20 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાએ પણ ગાંધીનગર ખાતેથી મતદાનકેન્દ્ર પહોંચી પોતાનો અમૂલ્ય મત આપ્યો.

8:15 AM ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઘાટલોડિયાથી તેમનો મત આપ્યો.

8:10 AM : હાર્દિક પટેલના માતા પિતાએ પણ મતદાન કરવા જતા પહેલા પૂજા અર્ચના કરીને ઇશ્વરના આશીર્વાદ લીધા. નોંધનીય છે કે ચૂંટણી આ પરિણામો એક રીતે હાર્દિકના રાજકીય ભવિષ્ય માટે પણ મહત્વના છે.

hiraba

8:00 AM : મતદાન કરવા માટે વડોદરા, અમદાવાદ, કડીમાં મતદાતાઓએ લાઇનો લગાવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં શરૂ થઇ ગયું છે. લોકો વોટર આઇડી સાથે લઇને મતદાન કરવા મતદાતા કેન્દ્ર પર આવી પહોંચ્યા છે.

7:50 AM હવે થોડી જ વારમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થશે.

આજે સવારથી ગુજરાતમાં બીજાઆજે સવારથી ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીની શરૂઆત થઈ છે ત્યારે કુલ 25, 575 મતદાન મથકો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને અમદાવાદની 16 સંવેદનશીલ બેઠકોનો પણ તેમાં સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનમાં ભાજપના 93 અને કોંગ્રેસના 91 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

English summary
Read here Gujarat assembly elections 2017: 2nd phase of voting live update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X