ગુજરાત ચૂંટણી: 2012ની સરખામણીમાં ક્યાં આગળ છે કોંગ્રેસ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધની જે લહેર છે એને આધારે જીતવાની આશા રાખીને બેઠું છે. કપાસ અને મગફળીના ઘટતા ભાવો, જીએસટી અને પાટીદારોનો વિરોધ વગેરે મુખ્ય મુદ્દાઓ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યમાં સત્તાધારી પક્ષ વિરુદ્ધની જે લહેર છે એને આધારે જીતવાની આશા રાખીને બેઠું છે. કપાસ અને મગફળીના ઘટતા ભાવો, જીએસટી અને પાટીદારોનો વિરોધ વગેરે મુખ્ય મુદ્દાઓ છે. વર્ષ 2012ના ચૂંટણી સમીકરણો અને વિજયના માર્જિનને ધ્યાનમાં લઇએ તો કોંગ્રેસ પાસે ભાજપને તેના સ્થાન પરથી ખસેડવાની સારી તક છે. વર્ષ 2012ના ચૂંટણીના વિશ્લેષણ પર નજર નાંખીએ તો ખ્યાલ આવે છે કે, એ સમયે ભાજપ પાસે કોંગ્રેસને હરાવવાની ઘણી સારી તક હતી. એ વખતે ભાજપના જીતવાની તક કોંગ્રેસના વિક્ટરી માર્જિન કરતાં ડબલથી પણ વધુ હતી.

એ સમયે ભાજપ 182માંથી 115 બેઠકો જીત્યું હતું, સરેરાશ માર્જિન 26,236 મત સાથે, જ્યારે કોંગ્રેસ 13,577 મત સાથે 61 બેઠકો જીત્યું હતું. વિજયના સમીકરણોમાં એ સમયે ગ્રામીણ અને શહેરી પાસાઓએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ 61માંથી 55 બેઠકો(લગભગ 90 ટકા) જીત્યું હતું, જ્યારે ભાજપના ફાળે 63 બેઠકો(લગભગ 55 ટકા) આવી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીની ટક્કર હતી, કોંગ્રેસની સરખામણીમાં ભાજપની સ્થિતિ વધુ સારી હતી.
જો કે, શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત હતી. 58 શહેરી બેઠકોમાંથી ભાજપના ફાળે 52 અને કોંગ્રેસના ફાળે 6 બેઠકો આવી હતી. 22 વર્ષથી સત્તારૂઢ પક્ષ ભાજપ પાસે પોતાની વર્તમાન બેઠકો પર ચૂંટણીના ઝાટકાઓને ખાળી લેવા માટેનું જરૂરી બળ છે. આ બાબતમાં કોંગ્રેસ પાછુ પડે છે. શહેરી વિસ્તારમાં ભાજપ પાસે સારી તક છે, જીએસટીના કારણે શહેરના વેપારી વર્ગમાં સત્તા-વિરોધી લહેર ઊભી થઇ છે. જો કે, ભાજપ પાસે એને પહોંચી વળવા માટે પૂરી તક છે. એનાથી ઉલ્ટું ગ્રામીણ વિસ્તારોમાં ડિપ્રેસ્ડ કોમોડિટીના ભાવને કારણે ખેડૂતોમાં નારાજગી છે. આથી કોંગ્રેસ પાસે અહીં પગપેંસારો કરવાની સારી તક છે.












Click it and Unblock the Notifications
