ગુજરાત ATS એ સુરતથી કરી બે ISIS આતંકીની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આતંકવાદી કાવતરાને અંજામ આપવા જઈ રહેલા અને ઇસ્લામિક સ્ટેટ એટલે કે ISISની વિચારધારાને વરેલા બે આતંકીઓને ગુજરાત આઇટીએસ એ સુરતથી પકડી પાડ્યા છે. આ બન્ને આંતકીઓ અમદાવાદમાં કોઇ મોટા ષડંયત્રને અંજામ આપવાના હતા તેવી આશંકા હતા. અબ્દુલ્લાહ-અલ-ફૈઝલ જૂથ સાથે સંકળાયેલા ખૂંખાર આતંકવાદીઓ ટિમ્બરવાલા મોહમદ કાસીમ ઉર્ફે અબુ હમઝા અલ મોહાઝીર, અને ઉબેર અહેમદ મિર્ઝા ઉર્ફે ઉબેદ મિર્ઝા ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડએ ઝડપીને મોટી સફળતા હાંસલ કરી છે.

Gujarat ISIS agents

ઉલ્લેખનીય છે કે આ બન્ને આતંકી 2008ના સિરિયલ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલના સંપર્કમાં આવી આઇએસઆઇએસમાં જોડાવા માંગતા હતા. અને આ માટે તે જમૈકા જવાનું પણ વિચારી રહ્યા હતા. આ બન્ને પાસેથી બે પેન ડ્રાઇપ પણ મળી છે. અને આ બન્ને આંતકીઓ એકલા જ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો પર હુમલો કરીને આતંકવાદ અને ડરનું માહોલ ઊભી કરવાની ફિરાકમાં હતા તેવું જાણવા મળ્યું છે. મૂળ ટેકનિશયન અને વકીલ તરીકે કામ કરતા આ બન્ને આતંકીઓ ચૂંટણીની તારીખો જાહેર થયા પછી કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનું વિચારી રહ્યા હતા. ત્યારે આ બન્ને આંતકીઓને ઝડપી પાડીને ગુજરાત એટીએસ હાલ તેમની પૂછપરછ શરૂ કરી છે.

English summary
Gujarat ATS nabs two ISIS agents from Surat, both suspected of planning lone wolf attacks in Ahmadabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.