ભાજપના 33માં સ્થાપના દિનની પક્ષ પ્રમુખની હાજરીમાં ભવ્ય ઉજવણી

એરપોર્ટ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાજનાથ વચ્ચે ગુપ્ત મંત્રણા મળી છે. આ તકે સરદાર પટેલની પ્રતિમાની પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપ દ્વારા રાજનાથ સિંહનું સમ્માન કરવામાં આવશે. આ મહાસંમલેનમાં ગુજરાતભરમાંથી હજારો કાર્યકર્તાઓ ભાગ લે એવી ધારણા છે. રાજનાથ સિંહ ઉપરાંત આ મહાસંમેલનમાં અમિત શાહ અને આર.સી. ફળદુનું પણ સમ્માન કરવામાં આવશે. અમિત શાહને ભાજપના નવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ફળદુ ગુજરાત ભાજપના પ્રમુખપદે ફરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
<center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/whpyYW52cbk" frameborder="0" allowfullscreen></iframe></center></center>












Click it and Unblock the Notifications
