આજે ગુજરાત ભાજપ અમદાવાદમાં સ્થાપનાદિન ઉજવશે

ગુજરાત ભાજપ દ્વારા રાજનાથ સિંહનું સમ્માન કરવામાં આવશે. આ મહાસંમલેનમાં ગુજરાતભરમાંથી હજારો કાર્યકર્તાઓ ભાગ લે એવી ધારણા છે. રાજનાથ સિંહ ઉપરાંત આ મહાસંમેલનમાં અમિત શાહ અને આર.સી. ફળદુનું પણ સમ્માન કરવામાં આવશે. અમિત શાહને ભાજપના નવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ફળદુ ગુજરાત ભાજપના પ્રમુખપદે ફરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા જગદીશ ભાવસારના જણાવ્યા અનુસાર, પક્ષના પ્રમુખપદે નિયુક્ત કરાયા બાદ રાજનાથ સિંહ આ પહેલી જ વાર ગુજરાત આવી રહ્યા છે. એરપોર્ટ પર એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને આર.સી. ફળદુ હાજર રહેશે.
મહાસંમેલનમાં પાર્ટીના કાર્યકર્તાઓ આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાંથી કોંગ્રેસની સરકારને હટાવી ભાજપની સરકારની સ્થાપના કરાવવાની પ્રતિજ્ઞા લેશે.












Click it and Unblock the Notifications
