Lok Sabha election 2024: લોકસભા ચૂંટણી જીતની નહીં કરે ઉજવણી ગુજરાત ભાજપ,રાજકોટ અગ્નિકાંડના કારણે લેવાયો નિર્ણય
Lok Sabha Election 2024 : ગુજરાતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) 4 જૂનના રોજ ( મતદાન ગણતરીનો દિવસ અથવા લોકસભા ચૂંટણીના પરિણામનો દિવસ) લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાની જીતની ઉજવણી કરશે નહીં.
ભાજપ પ્રદેશ પક્ષના મહાસચિવ રજનીભાઈ પટેલે 31મી મેના રોજ રાજ્યના પક્ષના વડા સી. આર. પાટીલ અને મહાસચિવ (સંગઠન) રત્નાકર સાથે વર્ચ્યુઅલ બેઠક બાદ કાર્યકર્તાઓને સૂચના આપતો પત્ર જાહેર કર્યો છે, અને વિજયની ઉજવણી સંયમ સાથે ખૂબ જ સાદગીથી કરવા જણાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને મતગણતરી કેન્દ્રો, પાર્ટી કાર્યાલયો અને અન્ય જાહેર સ્થળોની બહાર ફટાકડા ન ફોડવા માટે કહેવામાં આવ્યું છે. તેઓને મીઠાઈઓ ખવડાવવા કે મોઢું મીઠું ન કરવા તેમજ ફૂલોની પાંખડીઓ કે ગુલાલ ન વરસાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખુલ્લી જીપ કે તેના જેવા વાહનોમાં સરઘસ ન કાઢવા અને ઢોલ કે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે વિજય સરઘસ કાઢવાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય જનત પાર્ટી તેની ઓફિસને લાઇટિંગ અથવા અન્ય વસ્તુઓથી શણગારશે નહીં. વિજય બાદ સન્માન સમારોહ પણ ટાળવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સૂચનાઓ રાજકોટ TRP ગેમ ઝોન આગની ઘટનાના સંદર્ભમાં છે, જેમાં 27 લોકોના મોત થયા હતા.












Click it and Unblock the Notifications
