ન્યૂ નવચેતન શાળાનું બોર્ડનુ ગૂંચડું ઉકેલાયુ, રાજ્યના 17 લાખ વિદ્યાર્થીઓની સોમવારથી બોર્ડ પરીક્ષા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સોમવારથી બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તે દરમિયાન મેઘાણીનગરની નવચેતન શાળાના બાળકો પણ હવે પરીક્ષા આપી શકશે. 12 માર્ચથી રાજ્યમાં ધોરણ-10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની શરૂઆત, 28 માર્ચ સુધી ચાલનારી પરીક્ષામાં કુલ 17 લાખ 14 હજાર ઉપરાંત પરીક્ષાર્થિઓની કસોટી થશે, ગુજરાત માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સોમવારે એટલે કે 12 માર્ચથી શરૂ થનારી બૉર્ડની પરીક્ષની GSEB દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા શરૂ થઇ રહી છે. આ પરીક્ષા 28 માર્ચે પૂર્ણ થશે, દસમાં ધોરણમાં રાજ્યના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ બારમાં 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 34 હજાર 671 વિદ્યાર્થીઓની કસોટી થશે. કુલ 17 લાખ 14 હજાર 979 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

exam

પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્ર માટે કુલ 135 ઝોનની વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં કુલ 1 હજાર 548 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. દરમિયાન ઉલ્લેખનીય છે કે મેઘાણીનગરમાં આવેલી ન્યૂ નવચેતન શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે ત્વરિત પગલાં લેતા તમામ વિદ્યાર્થીઓની ખાનગી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાની છૂટ આપી છે. તે તમામ 32 વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકીટ અને રિસીપ્ટ આજે સાંજ સુધીમાં મળી જશે.

ઉલ્લેખનીય છે કે નવ ચેતન શાળાના સંચાલકોએ તેમને 10માનું કેન્દ્ર ન મળ્યું હોવા છતાં 32 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો. બાળકોએ આખુ વર્ષ અભ્યાસ કર્યો પરંતુ છેલ્લે બોર્ડની રિસીપ્ટ ન આવતા આ ગોટાળો સામે આવ્યો હતો. અને વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. પરિણામે સરકારને જાણ થતા રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખમાય તેવો નિર્ણય સત્વરે લીધો હતો.

English summary
Gujarat Board examination : Monday 17 lakh students will take part in this state exam. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.