For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Budget 2022 : ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 15568 કરોડની જોગવાઇ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Budget 2022 : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું પહેલું વિધાનસભા બજેટ સત્ર 2 માર્ચથી શરૂ થઇ ગયું છે. 3 માર્ચના રોજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્તમાન રાજ્ય સરકારનું પહેલું અને અંતિમ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 15568 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2022

સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક પાયાની આવશ્યકતા છે. દેશની સરેરાશ માથાદીઠ વીજ વપરાશ‌‌‌‌ 1181 યુનિટ સામે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે, જે ગુજરાતના વિકાસને પ્રતિબિંબિત કરે છે. રાજ્યમાં અંદાજે 19 લાખ ઘરોને પાઇપ દ્વારા કુદરતી ગેસનું જોડાણ આપવામાં આવેલા છે, જે ટકાવારીની દૃષ્ટિએ દેશમાં સૌથી વધારે છે. આ સાથે પાંચ હજાર જેટલા ઔદ્યોગિક એકમો અને આશરે 14 હજાર વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણ આપવામાં આવેલા છે. કુદરતી ગેસના આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશના ક્ષેત્રે રાજ્ય દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

  • ખેડૂતોને રાત્રિના બદલે દિવસે ખેતી માટે વીજળી પૂરી પાડવાના ઉદ્દેશથી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે 1400 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  • તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસ માટે વિનામૂલ્યે વીજળી પૂરી પાડવા જોગવાઈ 734 કરોડ.
  • ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવાના ઉદ્દેશથી રીવેમ્પ્ડ ડીસ્ટ્રીબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • વધુ ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પૂરો પાડવાના આશયથી રાજ્યમાં 56 નવા સબ-સ્ટેશનો આદિજાતિ વિસ્તારોમાં અને 33 સાગરકાંઠા વિસ્તારોમાં સ્થાપવામાં આવશે.
  • કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના 5 હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે 60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • ખેતીવાડી ફીડરોની જાળવણી અને વિભાજનની કામગીરી માટે જોગવાઇ 110 કરોડ.
  • કિસાન હિત ઉર્જા શક્તિ યોજના હેઠળ ઓછી ક્ષમતાના 5 હજાર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લગાડવાની યોજના માટે 60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • આદિજાતિ વિસ્તારોમાં સારા વોલ્ટેજ સાથે વધુ સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા માટે 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • એગ્રીકલ્ચર પંપના સોલરાઇઝેશન માટેની પી.એમ.-કુસુમ યોજના અંતર્ગત 41 કરોડ જોગવાઇ કરવામાં આવી છે.
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ઘર વપરાશના સીંગલ પોઇન્ટ વીજ જોડાણ માટે જોગવાઇ 22 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
English summary
Gujarat Budget 2022 : A total provision of Rs. 15568 crore for the Department of Energy and Petrochemicals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X