Gujarat Budget 2023: ગુજરાત સરકાર 2.0ના બજેટના મહત્વપૂર્ણ મુદ્દાઓ
નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ. અહીં વાંચો બજેટના મહત્વના મુદ્દાઓ.
Gujarat Budget 2023: નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાની શરુઆત સાથે જણાવ્યુ કે સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનુ બીરુદ મેળવ્યુ છે. કનુભાઇ દેસાઇએ કહ્યુ કે વિકાસયાત્રાના પાંચ સ્તંભ પર સરકાર આગળ વધી રહી છે. ગરીબ અને સામાજિક વર્ગને સુવિધા અને સુરક્ષા આપવાનો અમારો પ્રથમ સ્તંભ છે. દેશના જીડીપીમાં ગુજરાતનો 8.36 ટકાનો ફાળો છે.

- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી.
- ગુજરાત સરકારનુ વર્ષ 2023-24નુ ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનુ બજેટ છે.
- કનુ દેસાઇએ જણાવ્યુ કે સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડ રુપિયાની જોગવાઇ કરી છે.
- બજેટમાં પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 10 હજાર 743 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ, અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતના વિભાગ માટે કુલ 2165 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે 2538 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાહતદારે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી છે.
- તે સિવાય શિક્ષણ વિભાગ માટે કુલ 43 હજાર 651 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી.
- ગુજરાત સરકારના બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19 હજાર 685 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8 હજાર 738 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં RTEમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ આઠ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારના બજેટના પાંચ સ્તંભ
- ગરીબ માટે 2 લાખ કરોડ
- માનવ સંશાધાન માટે 4 લાખ કરોડ
- વિશ્વ સ્તરની આમતરમાળખાકીય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા 5 લાખ કરોડ
- કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડ
- ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા 2 લાખ કરોડનો ખર્ચ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ યોજના માટે 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગિર સોમનાથમાં આંબેડકર ભવન બાંધવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ તમામ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.
- શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓની માળખાકીય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ, સૈનિક શાળાઓ જેવી 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા 5 કરોડની જોગવાઈ, સરકારી શાળાઓની માળખાગત સુવિધા ની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ, પ્રાથમિક શાળાઓમાં સહાયક શિક્ષકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ માટે 3997 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.
- બજેટમા માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી સડક યોજનામાં 2808 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 7 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા રસ્તાના રિસરફેસિંગ માટે 2200 કરોડ, ઓખા-બેટ દ્વારકાને જોડતા ફોરલેન બ્રિજ માટે 962 કરોડ, સરખેજ-ગાંધીનગર હાઈવે માટે 913 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ-બગાદરા-રાજકોટ હાઈવે માટે 615 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય માર્ગોને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ કરાઈ છે.
- રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે રૂ.568 કરોડની જોગવાઈ કરાઈ છે. રમત ગમત ક્ષેત્રે રૂ.320 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાલુકા કક્ષાનું એક સ્પોર્ટ કોમ્પલેક્ષ બનશે. 500 નવી શાળાઓને IN-SCHOOL યોજનાનો લાભ અપાશે. EMRS, GLRS, DLSS ની પણ શરૂઆત કરવામાં આવશે.
- નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલોપમેન્ટ માટે 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
