
ગુજરાત વિધાનસભા બજેટ સત્રઃ રૂપાણી સરકાર લાવી રહી છે લવ જેહાદ પર બિલ, કડક બનશે કાયદો
ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનશે. રાજ્ય સરકાર આના માટે બિલ લાવી છે. બિલને બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે. 3 માર્ચે બજેટ રજૂ કરવામાં આવી શકે છે. આવા સમયમાં સરકારે કહ્યુ છે કે રાજ્યમાં હવે મહિલાઓની સુરક્ષા માટે કડક કાયદો લાવવામાં આવી રહ્યો છે. આના માટે જે કાયદો હશે તેમાં લવ જેહાદ, બળજબરીથી ધર્માંતરણ સામે લડવા માટેની જોગવાઈ હશે.
આ સત્રમાં રજૂ થશે બિલ
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યુ કે ધાર્મિક સ્વતંત્રતાને ધ્યાનમાં રાખીને અમે બિલને અમુક સુધારા સાથે બજેટ સત્રમાં રજૂ કરીશુ. તેમણે કહ્યુ કે, 'વિધાનસભાના બજેટ સત્રમાં જે બિલ લાવવામાં આવી રહ્યુ છે તેમાં છોકરીઓ સાથે જોર-જબરદસ્તી, છેતરીને લગ્ન કરવા, બળજબરીથી ધર્માંતરણ કરાવવા જેવા મામલા સામે લડવાની જોગવાઈ છે.' તેમણે જોર આપીને કહ્યુ કે આ બિલનો ઉદ્દેશ લવ જેહાદના જોખમને ઘટાડવાનો છે. આ એ બધા લોકોને દંડિત કરશે જે હિંદુ છોકરીઓને નામ બદલીને છેતરવાની કોશિશ કરે છે.
સીએમ રૂપાણીએ આ કહ્યુ હતુ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વડોદરામાં એક રેલીમાં કહ્યુ હતુ કે, 'લવ જેહાદ સામે અમારી સરકાર કડક કાયદા પર વિચાર કરી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે જે કાયદો છે તેમાં અમુક સુધારા કરીને એક કડક કાયદો લાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.' મુખ્યમંત્રીએ ફેબ્રુઆરીમાં કહ્યુ હતુ, 'જે રીતે છોકરીઓને છેતરીને ફસાવવામાં આવે છે, તે લાંબા સમય સુધી નથી ચાલવાનુ. ગુજરાતમાં આવા લોકો પર કડક કાર્યવાહી થશે.' રાજ્યમાં બજેટ સત્રની શરૂઆત સોમવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ગૃહમાં આપેલા અભિભાષણ સાથે થઈ. અહીં બજેટ સત્ર એક મહિનો ચાલશે. જેમાં ગુજરાતનુ બજેટ રજૂ થશે. આ સત્ર એક એપ્રિલ સુધી ચાલુ રહેવાના અણસાર છે.
સૌથી પહેલા યુપીમાં આવ્યો હતો આવો કાયદો
લવ-જેહાદ પર સૌથી પહેલા યુપીમાં કાયદો લાવવામાં આવ્યો. 27 નવેમ્બરે કાયદો લાગુ થયાના એક મહિના બાદ બરેલીમાં ધરપકડ થઈ ત્યારબાદ તો આખા રાજ્યમાં કેસ નોંધાવા લાગ્યા. એટા, ગ્રેટર નોઈડા, સીતાપુર, શાહજહાંપુર અને આઝમગઢ જેવા ઘણા જિલ્લાઓમાં પોલિસ પ્રશાસને કાર્યવાહી કરી. વળી, યુપીની રાજધાની લખનઉમાં પણ આંતર ધાર્મિક લગ્ન અટકાવવાના સમાચારો આવ્યા. આ કાયદા હેઠળ ડિસેમ્બરના અંત સુધી ત્યાં 35 લોકોની ધરપકડ થઈ ચૂકી હતી. કેસો અદાલતમાં પહોંચી ગયા.
કોરોના વાયરસના 12286 નવા દર્દી, 1.48 કરોડ લોકોને મૂકાઈ રસી