Gujarat Budget : માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 257 કરોડની જોગવાઇ
Gujarat Budget 2023: ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકારે બજેટ રજૂ કર્યું છે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 257 કરોડની જોગવાઇ કરાઇ છે.
Gujarat Budget : આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ 2022ની ચૂંટણીમાં જંગી બહુમતિ મેળવ્યા બાદ પોતાની ટર્મનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 257 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓ, મહત્વના નિર્ણયો તથા ફ્લેગશીપ કાર્યક્રમોની જાણકારી જનતાને ઝડપથી અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય તે જરૂરી છે. સરકારી યોજનાઓનો લાભ લોકો મેળવી શકે, તે માટે સરકાર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયાનો સમુચિત ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારનુ કાર્ય કરે છે.
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2016થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે બજેટમાં રૂપિયા 20 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલા વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે રૂપિયા 2 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
