મહેસાણા હાઇવે પર ભયાનક અકસ્માત: અમદાવાદના 7 યુવકોનાં મોત

Subscribe to Oneindia News

મહેસાણા-ઊંઝા હાઇવે પર બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ રોડ અકસ્માતમાં બે સગા ભાઇઓ સહિત 7 લોકોનું મૃત્યુ થયું છે. ગુરૂવારે મોડી રાત્રે આ સાત યુવકો અમદાવાદથી પાલનપુર તરફ જઇ રહ્યાં હતા, એ સમયે દુર્ઘટના બની હતી. આ સાતેય યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અમદવાદથી આવતી અને પાલનપુર તરફ જતી કાર અને લક્ઝરી બસ વચે અકસ્માત થયો હતો, જેમાં કાર પૂર ઝડપે જઈ રહી હતી અને કારચાલકને ઝોકુ આવી જતા કારને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારી હતી. કારમાં સવાર સાત વ્યક્તિઓનાં ઘટના સ્થળ પર જ મોત થયા છે. કાર નંબર GJ1-HK-8204 અમદવાદની હોવાનું અને મૃતકો નિકોલ વિસ્તારમાં રહે છે તેવી જાણવા મળી છે.

Accident

ઉપલબ્ધ જાણકારી અનુસાર, બસ રાજસ્થાન તરફ જઇ રહી હતી. આ દુર્ઘટનામાં કાર ચાલક સહિત તમામ લોકોનું મૃત્યુ થયું છે. બાસનો આગળનો ભાગ અને કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. કહેવાઇ રહ્યું છે કે, ઘટનાની જાણકારી બાદ પોલીસે ત્યાં પહોંચી કારમાં ફસાયેલા લોકોને કારનું બોનટ તોડી બહાર કાઢ્યા હતા. લક્ઝરી બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. મહેસાણા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જે બસ સાથે કારની ટક્કર થઇ હતી, તેનો નંબર RJ19-PB 7001 છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામ બ્રિજેશ સંજયભાઈ કાકડિયા, ગોપાલ સંજયભાઈ કાકડિયા અને મોનાગ કિશોરભાઈ કાકડિયા જાદવાણી નિકોલ અમદવાદના હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત, અન્ય એક મૃતક યુવક ઝાલા દિવ્યપાલસિંહ હોવાનું જાણવા મળ્યું છે, જે અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જે.આર.ઝાલાનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

English summary
Gujarat: bus car collision seven killed at mehsana unjha highway.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.