For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પેટાચૂંટણી: ભાજપ-કોંગ્રસના 33 ઉમેદવારોમાં તીવ્ર સ્પર્ધા

|
Google Oneindia Gujarati News

congress-bjp-logo
ગાંધીનગર, 20 મે : લોકસભાની બે અને વિધાનસભાની ચાર બેઠકો એમ કુલ છ બેઠકો માટે યોજાનારી પેટા ચુંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની અવધી પુરી થઈ ગયા બાદ હવે ચિત્ર સ્‍પષ્ટ થઈ ગયું છે. ઉમેદવારી પરત ખેંચવાની અવધિ પૂર્ણ થઈ ગયા બાદ આ પેટા ચુંટણીમાં કુલ 33 ઉમેદવારો મેદાનમાં રહી ગયા છે.

પેટા ચુંટણીમાં કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સહિત નાના રાજકીય પક્ષો તરફથી કોઈ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્‍યા નથી. જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે પેટા ચુંટણીમાં સીધી ટક્કર રહેશે. એક બાજુ કોંગ્રેસ આ તમામ છ બેઠકો જાળવી રાખવાના હેતુથી ચુંટણી પ્રચારમાં વ્‍યસ્‍ત છે. જ્‍યારે બીજી બાજુ ભાજપ આ છ બેઠકો પૈકીની કેટલીક બેઠકો જીતી લઈને કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા ઈચ્‍છુક છે.

લોકસભા અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચુંટણી માટે બીજી જુનના દિવસે મતદાન યોજાનાર છે. શનિવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થઈ હતી. હવે ચિત્ર સ્‍પષ્ટ થઈ ચુક્‍યુ છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે કુલ આઠ અને પોરબંદર બેઠક માટે સાત ઉમેદવાર ચુંટણી મેદાનમાં રહી ગયા છે. લીંબડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ચાર અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. ભાજપ તરફથી જયેશ રાદડીયા જે તરફથી મેદાનમાં છે તે જેતપૂરમાં બળવાખોર ભૂપત ડાભીએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા આ બેઠક પર પાંચ ઉમેદવાર મેદાનમાં છે.

મોરવાહડફ ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે જોરદાર સ્‍પર્ધા છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. હવે ૩૧મી મે સુધી ચુંટણી પ્રચાર થઈ શકશે. બીજી જુનના દિવસે મતદાન થયા બાદ ૫મીએ મતગણતરી હાથ ધરાશે. કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં શાનદાર જીત મળ્‍યા બાદ કોંગ્રેસના કાર્યકરોમાં હાલમાં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ભાજપ આ બેઠકો ઉપર પણ જીત મેળવીને ગુજરાતમાં પોતાની સ્‍થિતિને લોકસભાની ચુંટણી પહેલા વધુ મજબુત બનાવવા ઈચ્‍છુક છે.

English summary
Gujarat by election : Tough competition between BJP and Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X