Gujarat cabinet reshuffle : મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા, આવતીકાલે શપથ
Gujarat cabinet reshuffle : ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના વર્તમાન સરકારના તમામ ૧૬ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિર્ણાયક પગલુ સામે આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નવા મંત્રીઓની યાદી સુપરત કરે તેવી શક્યતા છે.
નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શપથવિધિ પૂર્ણ થયા બાદ નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ મળશે.












Click it and Unblock the Notifications
