For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણીએ શ્રી રામના તીરની તુલના ઇસરોની મિસાઇલ સાથે કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાગવાન રામના તીરોની તુલના ઇસરોની મિસાઇલો સાથે કરી.

By Shachi
|
Google Oneindia Gujarati News

શનિવારે મુખ્યંત્રી વિજય રૂપાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલૉજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ(IITRAM)ના કોન્વોકેશન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું હતું અને ભગવાન શ્રી રામના તીરની તુલના ઇસરોની મિસાઇલ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભગવાન રામનું તીર એક મિસાઇલ સમાન હતું. જે કામ આજે ઇસરોએ કરી રહ્યું છે, એ કામ ભગવાન રામે લોકોને સ્વતંત્ર કરવા માટે કર્યું હતું.

Recommended Video

India vs Sri Lanka 3rd ODI: Lankan fans throw bottles on field, bring match to halt | Oneindia News

vijay rupani

તેમણે પોતાના સંબોધનમાં ભગવાન રામને પાયાની સુવિધાઓના નિર્માણ અને સામાજિક એન્જિનિયરિંગ માટે પણ યશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, આપણી પાયાની સુવિધાઓની રીત ભગવાન રામ અને રામાયણ સાથે જોડાયેલી છે, તો જરા કલ્પના કરી જુઓ કે ભગવાન રામ કેવા એન્જિનિયર હશે. તેમણે ભારત અને શ્રીલંકાને એક પુલથી જોડી દીધા હતા અને એ પુલ બનાવવામાં ગરોળી સુદ્ધાંએ તેમની મદદ કરી હતી.

તેમણે કહ્યું કે, જ્યારે લક્ષ્મણ બેભાન થયા, ત્યારે તેમની સારવાર માટે એક જડીબુટ્ટી મંગાવવામાં આવી હતી, એ પરથી સ્પષ્ટ છે કે, ત્યારે પણ શોધ થતી હતી. જ્યારે હનુમાન ભુલી ગયા કે, તેમણે કઇ જડીબુટ્ટી લાવવાની છે, તો તેઓ આખો પહાડ જ ઉંચકીને લઇ આવ્યા હતા. જરા વિચારી જુઓ એ સમયે કેવી ટેક્નોલોજી હતી, જે આખા પહાડને લાવવામાં મદદરૂપ હતી.

English summary
Gujarat CM Vijay Rupani says, arrows of Lord Ram were like missiles of ISRO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X