For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ચીન સાથેના MoU પર કામ કરવા ખાસ સેલથી શું ફાયદો થશે?

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 20 સપ્ટેમ્બર : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની ભારત મુલાકાત દરમિયાન સૌપ્રથમ રાજધાની દિલ્હી જવાને બદલે ગુજરાતના અમદાવાદ શહેરમાં આવ્યા તે બાબતની સૌ કોઇએ નોંધ લીધી છે. આ નોંધનો વિશ્વાસ લોકોમાં બન્યો રહે તે હેતુથી ગુજરાત અને ચીન વચ્ચે થયેલા મેમોરેન્ડર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ-MoU) પર કામ કરવા અને સતત તેનું ફોલોઅપ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં એક વિશેષ સેલની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ વિશેષ સેલની રચના કરવાનો નિર્ણય ગાંધીનગરમાં 18 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ચીનના અધિકારીઓ ગુઆંગડોંગના એક્ઝિક્યુટિવ વાઇસ ગવર્નર શુ શાઓહુઆ અને ગુઆંગઝાઉ શહેરના મેયર ચેન જિનહુઆ વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

ગુજરાત અને ચીન વચ્ચે થયેલા ત્રણ મહત્વના MoUથી અને આ બેઠક બાદ ગુજરાતને કેવી રીતે ફાયદો થશે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

અમદાવાદ - ગુઆંગડોંગ વચ્ચે સીધી ફ્લાઇટ

અમદાવાદ - ગુઆંગડોંગ વચ્ચે સીધી ફ્લાઇટ


મુખ્યમંત્રી આનંદીબેન સાથેની મુલાકાતમાં ચીનના અધિકારીઓએ અને ગુજરાતના અધિકારીઓએ અમદાવાદ - ગુઆંગડોંગ વચ્ચે સીધી ફ્લાઇટની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પરિમાણો સ્થપાશે

ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પરિમાણો સ્થપાશે


ગુજરાત સાથે ચીને કેટલાક વ્યાપારિક MoU સાઇન કર્યા છે. જેના પગલે ગુજરાતના ઉદ્યોગોને વધારે વેગ મળશે. જેના કારણે ગુજરાતમાં ઔદ્યોગિક ક્ષેત્રે નવા પરિમાણો સ્થપાશે.

ગુજરાતની દરિયાઇ પટ્ટીને પણ મદદ

ગુજરાતની દરિયાઇ પટ્ટીને પણ મદદ


આ કરારને પગલે ગુજરાતની દરિયાઇ પટ્ટી પર આવેલા અને મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા વિસ્તારોને પણ મદદ મળશે. આ ઉપરાંત સ્થાપવામાં આવનારા વિશેષ સેલથી દરેક કામગીરી ઝડપી બનશે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં ચીનની કંપનીઓની ભાગીદારી વધશે

વાઇબ્રન્ટ ગુજરાતમાં ચીનની કંપનીઓની ભાગીદારી વધશે


વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2015ના આયોજન પહેલા કરવામાં આવેલા આ કરારોને પગલે ગુજરાત અને ચીન વચ્ચેના સંબંધો સુધર્યા છે. જેના પગલે વાઇબ્રન્ટ સમિટમાં ચીનની ભાગીદારી વધે તેવી સંભાવના છે.

English summary
Gujarat CMO's special cell to prepare and follow up Gujarat and China MoU's blueprint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X