કડકડતી ઠંડી અને માવઠું બન્ને સાથે આવશે? આવી ગઈ મોટી આગાહી

હવામાન વિભાગે ભર શિયાળે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થવાની અને કમોસમી વરસાદ બાદ ફરી કોલ્ડવેવનો રાઉન્ડ આવવાની આગાહી કરી છે. આગામી ચાર દિવસ બાદ લઘુત્તમ તાપમાન વધતા ઠંડી ઘટશે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આભારી છે. હાલ પૂર્વીય પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. આ આગાહી દર્શાવે છે કે ઠંડીનું જોર ઘટાડવાની સંભાવના છે, જેનાથી સામાન્ય જનજીવનને રાહત મળશે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અંગે મોટી આગાહી કરી છે. તેમના મતે 16 અને 17 ડિસેમ્બરથી વાતાવરણમાં હળવા વાદળો છવાશે. 16 ડિસેમ્બરે ઠંડીમાંથી થોડી રાહત મળશે, જ્યારે લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17-20 ડિગ્રી આસપાસ રહેશે.

પટેલે જણાવ્યું કે, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ગાંધીનગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. તેમણે ડિસેમ્બર મહિના દરમિયાન વાતાવરણ ડામાડોળ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, 19 થી 21 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાશે. 16 થી 18 ડિસેમ્બર વચ્ચે સક્રિય થનાર પશ્ચિમ વિક્ષેપો ઉત્તરીય પર્વતીય પ્રદેશોથી રાજસ્થાન સુધી હવામાન બદલશે, જેનાથી ઉત્તરીય ભાગોમાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ પડી શકે છે.

ત્યારબાદ 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે અને ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે. 27 ડિસેમ્બરથી ઠંડી ફરી વેગ પકડશે. જાન્યુઆરીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપોને કારણે 11 જાન્યુઆરી આસપાસ હાડ ધ્રુજાવતી ઠંડીનો અનુભવ થશે. તે સમયે વાદળછાયું વાતાવરણ અને માવઠું પડવાની પણ શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X