For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોંગ્રેસે પાક વીમાની ચૂકવણીમાં લગાવ્યો કૌભાંડનો આરોપ

ગુજરાતમાં વિપક્ષી દળ કોંગ્રેસે મંગળવારે ભાજપ સરકારની મિલીભગતથી રાજ્યમાં કરોડો રૂપિયાના પાક વીમા કૌભાંડનો આરોપ લગાવ્યો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વિપક્ષી દળ કોંગ્રેસે મંગળવારે ભાજપ સરકારની મિલીભગતથી રાજ્યમાં કરોડો રૂપિયાના પાક વીમા કૌભાંડનો આરોપ લગાવ્યો. વળી, સત્તારુઢ ભાજપે આરોપોને ફગાવી દીધા છે. કોંગ્રેસ નેતાઓએ અહીં પત્રકાર પરિષદમાં કહ્યુ કે જૂનાગઢ જિલ્લાના લગભગ બે ગામોમાં ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના દિશા-નિર્દેશો હેઠળ નિર્ધારિત તેમના પાક નુકશાનની દાવા રકમથી 80-90 ટકા ઓછી ચૂકવણી કરવામાં આવી.

ખેડૂતોને માત્ર એક ભાગની ચૂકવણી કરવામાં આવી

ખેડૂતોને માત્ર એક ભાગની ચૂકવણી કરવામાં આવી

નેતાઓએ કહ્યુ કે તેમની પાસે પાક વીમાની ગણતરી અંગેના દસ્તાવેજો છે જે એ સાબિત કરે છે કે ખેડૂતોને માત્ર એક ભાગની ચૂકવણી કરવામાં આવી જ્યારે વાસ્તવમાં તે પોતાના દાવાની 90 ટકા રકમના હકદાર છે. તેમણે કહ્યુ કે ગયા નાણાંકીય વર્ષના દસ્તાવેજોને જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં અમરગઢ અને દેવગઢ ગામોમાં સ્થાનિક સ્તરે તપાસવામાં આવ્યા છે.

ગુજરાતના બધા 18,000 ગામ આ કૌબાંડથી પ્રભાવિત થયા

ગુજરાતના બધા 18,000 ગામ આ કૌબાંડથી પ્રભાવિત થયા

કોંગ્રેસના રાજ્ય એકમના અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે બે ગામમાં સ્થિત ખેડૂતોને દાવો કરવામાં આવેલી રકમના માત્ર 1.45 ટકા અને 8.19 ટકાની જ ચૂકવણી કરવામાં આવી જ્યારે તે91.54 ટકા અને 90.43ટકા (દાવા રકમ)ના હકદાર હતા. ચાવડાએ દાવો કર્યો કે આ બંને ગામ તો માત્ર ઉદાહરણ છે. તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતના બધા 18,000 ગામો આ કૌભાંડથી પ્રભાવિત થયા છે.

આ પણ વાંચોઃ રોમેન્ટીક અંદાજમાં પતિ સાથે સોનમ કપૂરે મનાવ્યુ ન્યૂ યર, લિપલૉક Video Viralઆ પણ વાંચોઃ રોમેન્ટીક અંદાજમાં પતિ સાથે સોનમ કપૂરે મનાવ્યુ ન્યૂ યર, લિપલૉક Video Viral

કોંગ્રેસની ગઈ કેન્દ્ર સરકાર સમયે થયુ કૌભાંડ

કોંગ્રેસની ગઈ કેન્દ્ર સરકાર સમયે થયુ કૌભાંડ

ગુજરાત ખેડૂત કોંગ્રેસના અધ્યક્ષ પાલ અમ્બાલિયાએ કહ્યુ કે સરકાર પાક વીમા દાવાઓ અંગેના દસ્તાવેજો જાણીજોઈને છૂપાવી રહી છે. વળી, ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ જીતુ વાઘાણી કોંગ્રેસના આરોપોના નિરાધાર ગણાવીને ફગાવી દીધા. વાઘાણીએ પત્રકારોને કહ્યુ, કોંગ્રેસને પાક વીમા દાવાઓની ગણતરી પ્રક્રિયાની સમજ નથી તેમછતાં તે આરોપ લગાવી રહી છે. કોંગ્રેસની ગઈ કેન્દ્ર સરકારના સમયે કૌભાંડ થયુ હતુ એ વખતે ઘણા લોકો જેલમાં ગયા હતા. ભાજપ કંઈ પણ છૂપાવી નથી રહી.

English summary
gujarat: congress accused of a big scam in payment of crop insurance to farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X