ગુજરાત કોંગ્રેસે છ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

congress-logo
અમદાવાદ, 13 મે : બીજી જૂનનાં રોજ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે જે માટે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતની લોકસભાની બે બેઠક બનાસકાંઠા, પોરબંદર અને વિધાનસભાની ચાર બેઠક મોરવાહફ, લીંબડી, જેતપુર અને ધોરાજી માટે ઉમેદવારોનાં નામની જાહેરાત કરાઈ છે.

કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોમાં બનાસકાંઠા લોકસભા બેઠક માટે ક્રિષ્નાબેન મુકેશભાઈ ગઢવી, પોરબંદર લોકસભા બેઠક માટે વિનુભાઈ અમીપરા જ્યારે વિધાનસભાની ચાર બેઠકોમાં મોરવાહફમાં ભૂપેન્દ્રભાઈ બી. ખાંટ, લીંબડી માટે સતીષભાઈ સોમાભાઈ પટેલ, ધોરાજી માટે રાજુભાઈ ત્રિકમભાઈ કોટડીયા અને જેતપુર બેઠક માટે જગદીશભાઈ જી. પાંભરની પસંદગી કરાઈ છે.

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ તા.૧૫ મી મે છે. બનાસકાંઠાની બેઠક સાંસદ મુકેશ ગઢવીનું અવસાન થવાના કારણે અને પોરબંદરની બેઠક પરથી સાંસદ વિટ્ઠલ રાદડિયાએ રાજીનામું આપવાના કારણે ખાલી પડી હતી. વિધાનસભાની મોરવાહડની બેઠકના ઉમેદવાર સવિતાબેન ખાંટ પરિણામ પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે લીંમડીની બેઠક પરથી સાંસદ સોમાભાઇ પટેલે પાછળથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. તો ધોરાજીની બેઠક પરથી વિજેતા થયેલા વિટ્ઠલ રાદડિયા અને જેતપુર બેઠક પરથી વિજેતા થયેલા તેમના પુત્ર જયેશ રાદડિયા સાથે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X