ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને નેતા વિપક્ષની જાહેરાત ટુંક સમયમાં થઈ શકે!
ગુજરાતમાં વર્ષોથી સત્તાની તલાશમાં રહેલી કોંગ્રેસ નેતા કાયમી પ્રમુખને લઈને પણ તલાશમાં જ છે. જો કે હવે આ બાબતે એક મોટા સમાચાર આવી રહ્યાં છે.
અમદાવાદ : ગુજરાતમાં વર્ષોથી સત્તાની તલાશમાં રહેલી કોંગ્રેસ નેતા કાયમી પ્રમુખને લઈને પણ તલાશમાં જ છે. જો કે હવે આ બાબતે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ માટેની અટકળો ચાલી રહી છે ત્યારે હવે આ સમાચાર આ અટકળોનો અંત કરશે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોગ્રેસના નવા પ્રમુખનું નામ આવનારા કેટલાક દિવસોમાં જાહેર થાય તેવી સંભાવના છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટેના ઉમેદવારોની વાત કરીએ તો હાલ શક્તિસિંહ ગોહિલ અને જગદિશ ઠાકોરના નામ ચર્ચાઈ રહ્યાં છે. આ બન્ને નામમાંથી કદાચ આવનારા પ્રમુખ એક હશે. સુત્રો આ બન્ને નામ પર ભાર મુકી રહ્યાં છે. બીજી તરફ રાહુલ ગાંધી પ્રવાસથી પરત ફરતા હવે આ મુદ્દે જલ્દી કોઈ નિર્ણય લેવાઈ શકે તેવી પુરી સંભાવના છે. રાહુલ ગાંધી 5 દિવસના પ્રવાસે હતા. તેનોના પરત ફરતા જ હવે આગામી 4-5 દિવસમાં નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.
GPCCનાં પ્રમુખ માટે કોંગ્રેસમાં નવા ચહેરાને સ્થાન આપવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ જુના જોગીઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી હોવાની ચર્ચા છે. આ પહેલા પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પોતાના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. ગુજરાત પ્રમુખ સાથે સાથે નેતા વિપક્ષના નામની પણ જાહેરાત થઈ શકે છે. નેતા વિપક્ષ માટે હાલ શૈલેષ પરમાર અને આનંદ ચૌધરીનાં નામ ચર્ચાઈ રહ્યાં છે. જો કે પૂજા વંશને પણ મોકો મળી શકે છે.
આ સિવાય કોંગ્રસના 5 ઉપપ્રમુથના નામની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે આ જાહેરાત પ્રમુખના નામની જાહેરાત થયા બાદ થશે. સુત્રો અનુસાર આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસના આગેવાનોને દિલ્હી બોલાવવામાં આવી શકે છે. જે બાદ આ જાહેરાતો થશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
