For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત કોંગ્રેસ : ‘સાઇઠ’ બન્યું સ્વપ્ન

|
Google Oneindia Gujarati News

Gujarat Congress, Sixty Became Dream
અમદાવાદ. ફેબ્રુઆરી-1990 તે કાળ છે, જ્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની બેઠકોની સંખ્યા 149 હતી અને તે એક રેકૉર્ડ છે. આગામી માસ એટલે કે માર્ચ-1990 કોંગ્રેસને એવા રસાતળે લઈ ગયો કે જ્યાંથી 22 વરસ પછી પણ કોંગ્રેસ ઉગરી નથી શકી. પ્રયત્નો તો અનેક અને અનેક વાર થયાં, પરંતુ ઊભા થઈને પડી જવું, કદાચ એ જ ગુજરાત કોંગ્રેસનું બીજું નામ છે. 22 વર્ષોથી 149 તો શું, વિધાનસભામાં સાઇઠનો આંકડો પણ કોંગ્રેસ માટે સ્વપ્ન બની ગયો છે.

ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લી વાર 1985ની વિધાનસભા ચુંટણીઓમાં બહુમતી હાસલ કરી હતી. 1984માં તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યાના કારણે ફરી વળેલી સહાનુભૂતિ લહેર પર સવાર કોંગ્રેસને 1985ની ચુંટણીઓમાં 182માંથી રેકૉર્ડ 149 બેઠકો મળી હતી, જ્યારે તે વખતે ભાજપની ગણતરી અન્ય પક્ષોમાં થતી હતી. 1990માં કોંગ્રેસના વળતા પાણી શરૂ થયા કે જે 2007 સુધી જળવાઈ રહ્યાં છે.

ગુજરાતમાં કોંગ્રેસને સૌથી ઓછી 33 બેઠકો મળી હતી 1990ની વિધાનસભા ચુંટણીઓમાં અને પછી કોંગ્રેસ 40થી 59 વચ્ચે રમતી રહી. ગત વિધાનસભા ચુંટણી 2007માં કોંગ્રેસ 1990 કરતાં વધુ, પરંતુ 59 બેઠકો જ હાસલ કરી શકી. આ રીતે 149નો ગ્રાફ જે ગબડ્યો, તો બીજી વારુ ક્યારેય 60 સુધી પહોંચી ના શક્યો.

કોંગ્રેસ ગુજરાતમાં 1990 પછીથી સતત આ જ રમતમાં ફસાયેલી રહી છે. જોકે વચ્ચે-વચ્ચે લોકસભાની ચુંટણીઓમાં તેનું પ્રદર્શન સુધરે છે, પરંતુ છતાં તે ભાજપ કરતાં તો નબળું જ રહે છે. દાખલા તરીકે 2002ની વિધાનસભા ચુંટણીઓમાં હારેલી કોંગ્રેસે 2004ની લોકસભા ચુંટણીઓમાં 1999ની લોકસભા ચુંટણીઓ કરતાં સારો દેખાવ કર્યો, પરંતુ 2007ની વિધાનસભા ચુંટણીઓમાં પાછી તે નબળી પડી ગઈ. આ જ પરિસ્થિતિ હાલમાં પણ છે. 2009ની લોકસભા ચુંટણીઓમાં કોંગ્રેસે 2007ની વિધાનસભા ચુંટણીઓ કરતાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ શું આ સારો દેખાવ 2012ની આ વિધાનસભા ચુંટણીઓમાં જળવાઈ રહેશે કે પછી ફરીથી 2007વાળી થશે.

આવો આપણે જોઇએ 1985થી 2007 સુધીના ચુંટણી પરિણામોના આંકડાઓ.

ગુજરાત વિધાનસભા : 1985-2007

વર્ષ ભાજપ કોંગ્રેસ અન્ય
1985 11 149 22
1990 67 33 82
1995 121 45 16
1998 117 53 12
2002 127 51 4
2007 117 59 6
English summary
To win sixty assembly seat has became a dream for Gujarat Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X