ગુજરાતમાં 24 કલાકમાં મળ્યા અત્યાર સુધીના સૌથી વધુ 6690 કોરોના દર્દી, આ રીતે તૂટ્યા રેકૉર્ડ

મંગળવારના દિવસે તો કોરોના સંક્રમણના નવા કેસોએ ગુજરાતમાં પહેલાના બધા રેકૉર્ડ તોડી દીધા.

અમદાવાદઃ કોરોના મહામારીની બીજી લહેરે ગુજરાતમાં સ્થિતિ ગંભીર કરી દીધી છે. અહીંના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણના કેસ વધી રહ્યા છે. સૌથી વધુ અસર અમદાવાદ અને સુરતમાં જોવા મળી રહી છે. જ્યાં ગઈ કાલે ક્રમશઃ 2282 તેમજ 1441 નવા કોરોના દર્દી મળ્યા. એટલુ જ નહિ મંગળવારના દિવસે તો કોરોના સંક્રમણના નવા કેસોએ ગુજરાતમાં પહેલાના બધા રેકૉર્ડ તોડી દીધા.

ગુજરાતમાં કોરોનાએ તોડ્યા અત્યાર સુધીના રેકૉર્ડ

ગુજરાતમાં કોરોનાએ તોડ્યા અત્યાર સુધીના રેકૉર્ડ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6690 કેસ નોંધવામાં આવ્યા. આ સંખ્યા એક દિવસમમાં મળેલા કોરોના દર્દીઓ મામલે અત્યાર સુધીના સર્વાધિક છે. ખાસ કરીને સુરત અને અમદાવાદની સ્થિતિ ઘણી ખરાબ છે. આ બંને જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે એટલુ જ નહિ પરંતુ મોત પણ સૌથી વધુ થઈ રહ્યા છે. મંગળવારના દિવસે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા. સૌથી વધુ 25 મોત સુરતમાં થયા. જણાવવામાં આવી રહ્યુ છે કે સુરતમાં પહેલી વાર કોરોનાના કારણે આટલા લોકોના જીવ ગયા છે. વળી, અમદાવાદમાં પણ 23 લોકો કોરોનાથી મર્યા છે.

ગુજરાતમાં 3,60,206 કેસ

ગુજરાતમાં 3,60,206 કેસ

રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા હવે 3,60,206 થઈ ગઈ છે. મોતની વાત કરીએ તો અહીં અત્યાર સુધી 4922 લોકોના મોત થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 2748 લોકોને હોસ્પટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જો કે, સક્રિય દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સંખ્યા હવે 34,334 થઈ ગઈ છે જેમાંથી 221 વેંટીલેટર પર છે.

અત્યાર સુધી કેટલા લોકો રિકવર થયા?

અત્યાર સુધી કેટલા લોકો રિકવર થયા?

ગુજરાતમાં અત્યાર સુધી 3,20,729 લોકો કોરોનાથી મુક્ત થયા. સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે મંગળવારે 2,15,805 લોકોને વેક્સીન આપવામાં આવી. સાથે જ રાજ્યમાં અત્યાર સુધી 93,50,045 લોકોનુ રસીકરણ કરવામાં આવી ચૂક્યુ છે. રાજ્યભરમાં 2854 લોકોને સંક્રમણ મુક્ત મળવા પર હોસ્પિટલમાંથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X