ડેપ્યુટી CM: ગુજરાતમાં કોરોના ફેલાવા પાછળ તબલીગી જમાતનો હાથ, થયા 179 દર્દી
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ કે, ‘રાજ્યમાં કરોના વાયરસ ઝડપથી ફેલાવા પાછળ તબલીગી જમાતનો મોટો હાથ છે.'
ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ કે, 'રાજ્યમાં કરોના વાયરસ ઝડપથી ફેલાવા પાછળ તબલીગી જમાતનો મોટો હાથ છે. આ લોકોએ ખુદને ક્વૉરંટાઈનમાં ન રાખ્યા અને જ્યાં ત્યાં ફેલાઈ ગયા. વળી, હિંદુ યાત્રીઓએ સરકારની ગાઈડલાઈનને ગંભીરતાથી લીધી અને નિયમોની અવગણના કરી. પરંતુ અમુક ઈસ્લામિક સમાજના લોકોએ નિયમોને નેવે મૂકી દીધા. જ્યારે યાત્રીઓને એરપોર્ટ પર જ પ્રશાસનિક સૂચનાઓ અને ચેતવણીથી અવગત કરાવવામાં આવે છે. મુસ્લિમ યાત્રીઓએ તેને નજરઅંદાજ કર્યા જેના કારણે રાજ્યમાંકોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે.'

પાક જેવા દેશમાં લોકોએ સરકારી નિયમોને માન્યા
પટેલે આગળ કહ્યુ કે, ‘પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશોમાં પણ સરકારની સૂચનાઓની અવગણના નથી થઈ. પરંતુ ઓછાવત્તા અંશે આ સ્થિતિ આપણે અહીં સારી નથી રહી. અફવાઓની ભેટ ચડેલ અમુક ધર્માંધ લોકોએ આવુ કર્યુ. દિલ્લીથી પાછા આવ્યા બાદ તેમણે પ્રશાસનને પોતાના વિશે માહિતી આપવી જોઈએ પરંતુ તેમણે ન જણાવ્યુ. એટલા માટે આજે તેમનો સમાજ પણ સંકટમાં આવી ચૂક્યો છે.'

બેદરકારી ન કરી હોત તો કોરોના આટલી હદે ના ફેલાત
ઉપમુખ્યમંત્રીએ કહ્યુ કે, ‘ગુજરાતમાં વિદેશથી પાછા આવેલ યાત્રી હિંદુ હતા અને તેમણે ક્વૉરંટાઈનમાં રહેવાનુ પસંદ કર્યુ. પરંતુ મુસ્લિમ સમાજના લોકોએ આમ ન કર્યુ અને આનાથી કોરોના સંક્રમિત ઝડપથી વધી રહ્યા છે. જો તમણે થોડી સાવચેતી રાખી હોત તો રાજ્યમાં કદાચ આટલી ઝડપથી કોરોના ન ફેલાત. તેમણે સમજવુ જોઈતુ હતુ કે તેમની આ રીતની હરકતથી આખા રાજ્યના લોકોને નુકશાન થશે.'

કુલ કોરોના પૉઝિટીવમાં 27% આ લોકો
આરોગ્ય વિભાગમાંથી મળેલ માહિતી અનુસાર રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 179 થઈ ગઈ છે. કાલ સુધી 175 પૉઝિટીવ દર્દીઓમાં 46 એટલે કે 27 ટકા તબલીગી જમાત સાથે સંકળાયેલા છે. જેમાંથી 11 લોકો દિલ્લીના નિઝામુદ્દીનથી પાછા આવ્યા હતા. જ્યારે આમના કારણે 35 અન્ય સ્થાનિક લોકો સંક્રમિત થઈ ગયા. તબલીગી જમાતવાળા આવા લોકોની શોધ થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે 24 કલાકમાં નોંધાયેલા 29 કોરોના પૉઝિટીવ દર્દીઓમાં પણ 21 લોકો તબલીગી જમાત સાથે જોડાયેલા છે. આ લોકો લોકલ ટ્રાન્સમિશન તરીકે મોટી મુસીબત ઉભી કરી રહ્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલા દર્દી થયા?
ગુજરાતમાં અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં ભાવનગરમાં કુલ કેસ - 16 (2 મોત), સુરતમાં કુલ કેસ - 23 (4 મોત), વડોદરામાં કુલ - કેસ 13 (1 મોત), અમદાવાદમાં કુલ કેસ - 83 (મોત - 5), રાજકોટમાં 11, ગાંધીનગરમાં 13 અને પોરબંદરમાં 3 છે. ગીર સોમનાથ - 2, મહેસાણા - 2, કચ્છ - 2, પંચમહાલ - 1(1 મોત), પાટણ - 5 (1 મોત), છોટાઉદેપુર - 1, જામનગર - 1 (1 મોત), મોરબી - 1, આણંદ - 1, સાબરકાંઠા - 1.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
