
કચ્છના મુંદ્રા બંદરે હેરોઈનની સૌથી મોટી ખેપ પકડાઈ, કિંમત 9000 કરોડ, અફઘાનિસ્તાનથી લાવ્યા હતા
કચ્છઃ ગુજરાતમાં કચ્છના મુંદ્રા બંદરે હેરોઈનની સૌથી મોટી ખેપ પકડાઈ છે. હેરોઈનની આ ખેપ 3 હજાર કિલો જણાવાઈ રહી છે જેની કિંમત લગભગ 9000 કરોડ રૂપિયા હશે. ડીઆરઆઈ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ હેરોઈનને અફઘાનિસ્તાનથી ઈમ્પોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યુ હતુ. અહીં હેરોઈનની આ ખેપ બે કન્ટેનર્સથી જપ્ત કરવામાં આવી છે. જ્યાંથી 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુંદ્રા બંદરે હેરોઈનની સૌથી મોટી ખેપ પકડાઈ
પકડાયેલા લોકોની પૂછપરછમાં જાણવા મળ્યુ છે કે કન્ટેનરોને આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ ફર્મ દ્વારા અફઘાનિસ્તાનથી અદાણીના મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવ્યા હતા. કોઈને શંકા ન જાય એ માટે તસ્કરો હેરોઈનને ટેલકમ પાવડર ગણાવીને ભારતીય જળ સીમામાં દાખલ થયા. આ તરફ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, ડીઆરઆઈ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટનુ એક ગુપ્ત સૂચનાના આધારે છેલ્લા પાંચ દિવસથી સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ હતુ. અધિકારીઓએ જણાવ્યુ કે જે નિકાસ ફર્મ પાસેથી હેરોઈન લાવવામાં આવી તેની ઓળખ અફઘાનિસ્તાનના કંધારમાં સ્થિત હસન હુસેન લિમિટેડ તરીકે થઈ છે.

અફઘાનીસ્તાની ફર્મમાંથી ખરીદવામાં આવી કરોડોમાં
કચ્છમાં મુંદ્રા પોર્ટ પર પહોંચેલા કન્ટેનર્સને રોકીને ડીઆરઆઈ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટના દળે જ્યારે તપાસ કરી તો ટેલકમ પાવડરની આડમાં કરોડોની ડ્રગ્ઝ મળી આવી. આ સાથ જ બે જણની ધરપકડ કરવામાં આવી. અધિકારીઓએ કહ્યુ કે વિદેશતી ભારતીય સીમામાં લાવવામાં આવેલી હેરોઈન અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ છે જેની કિંમત લગભગ 9000 કરોડ રૂપિયા જણાવાઈ રહી છે.

ઈરાની બોટથી મળી 30 કિલો હેરોઈન
આના એક દિવસ પહેલા આતંકવાદ વિરોધી દળ(એટીએસ) અને ભારતીય તટરક્ષક દળ(કોસ્ટગાર્ડ)ની સંયુક્ત કાર્યવાહીમાં સમુદ્રની અંદર એક વિદેશી બોટથી 30 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવી હતી. હેરોઈન સાથે એ બોટને પણ કબ્જે લેવામાં આવી હતી અને તેના પર સવાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત એટીએસના એક અધિકારીએ મીડિયાને આ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્ય કે સમુદ્રમાં જે બોટ ભારતીય સીમાની અંદર આવ પહોંચી હતી તેના પર ઈરાની લોકો સવાર હતા. અમે બોટને ઘેરીને સર્ચ કર્યુ ત્યારે તેમાંથી ડ્રગ્ઝ મળી આવી. બોટમાં સવાર ઈરાનીઓ પોતાને ક્રૂ-મેમ્બર ગણાવી રહ્યા હતા. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે.