Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ.370 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું

Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાયનું વિતરણ કર્યું હતું. શિક્ષણની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ રૂ. 370 કરોડથી વધુની રકમ લાભાર્થી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી જમા કરવામાં આવી હતી.

Gujarat News

આ સહાય નીચેની મુખ્ય યોજનાઓ હેઠળ આપવામાં આવી છે.

  • નમો લક્ષ્મી યોજના
  • નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

શિક્ષણને પ્રોત્સાહન આપવા નવી યોજનાઓનો પ્રારંભ

CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે, તેમજ કન્યા કેળવણીને વિશેષ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓ શરૂ કરી છે.

શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ

CMએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો.

  • વિજ્ઞાન પ્રવાહની શાળાઓ: એક સમયે ગામડાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહિવત્ હતી, જેની સંખ્યા આજે વધીને 2834 થઈ છે.
  • કોલેજોની સંખ્યા: વર્ષ 2001માં માત્ર 775 કોલેજો હતી, જ્યારે આજે ગુજરાતમાં 3200થી વધુ કોલેજો વિદ્યાર્થીઓના ઘડતરનું કાર્ય કરી રહી છે.
  • એન્જિનિયરિંગ કોલેજો: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેની કોલેજોની સંખ્યા 139થી વધીને 288 સુધી પહોંચી છે.
  • મેડિકલ સીટો: અગાઉ માત્ર 1175 મેડિકલ સીટો હતી, જે આજે વધીને 7000થી વધુ થઈ છે.
  • કન્યા કેળવણી નિધિ: મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને આર્થિક મદદ પૂરી પાડવા માટે CM કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની 24 હજારથી વધુ દીકરીઓને સહાય આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય: નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેમના હાથમાં ગુજરાત અને દેશનું ભવિષ્ય છે તેવા આજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે શરૂ કરેલી આ ચાર ફ્લેગશિપ યોજનાઓ હેઠળ આજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 370 કરોડથી વધુની સહાય DBT માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં, આ ચારેય યોજનાઓ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કુલ 13.50 લાખથી વધુ બાળકોને રૂ. 1332 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે.

આ યોજનાઓ થકી રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X