અમિત શાહ આજથી કરશે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ, જાણો કાર્યક્રમ

Subscribe to Oneindia News

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ આજથી દક્ષિણ ગુજરાતના સાત જીલ્લાઓનો ઝંઝાવાતી પ્રવાસ કરી શક્તિ કેન્દ્રોના ઇન્ચાર્જ અને ભાજપાના આગેવાનોને મળીને વિધાનસભાની ચૂંટણી માટે માર્ગદર્શન આપશે. ભાજપાના પ્રદેશ પ્રવક્તા ડૉ. જગદીશ ભાવસારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના બીજા દિવસના સંગઠનાત્મક પ્રવાસની વિગતોમાં જણાવ્યું હતુ કે, તેઓ સવારે ૯.૩૦ કલાકે ટાટાહોલ, આસાપુરી મંદિર રોડ, નવસારી ખાતે વલસાડ, નવસારી, ડાંગના કાર્યકરો અને શક્તિકેન્દ્રોના ઇન્ચાર્જ સાથે બે તબક્કામાં બેઠકો યોજશે.

Amit Shah

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ દક્ષિણ ગુજરાતના ત્રણ જીલ્લાના કાર્યકરોને માર્ગદર્શન આપી બપોરે ૨.૩૦ કલાકે મહેંદી બંગલોઝ, મુનલાઇટ પાછળ, દાહોદ રોડ, ગોધરા ખાતે પંચમહાલ, દાહોદના મધ્ય ગુજરાતના કાર્યકરોને બે તબક્કામાં માર્ગદર્શન કરશે. મધ્ય ગુજરાતનો બે જીલ્લા પંચમહાલ અને દાહોદનો પ્રવાસ પતાવી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સાંજે ૭.૦૦ કલાકે સાબરડેરી હોલ, મોતીપુરા, હિંમતનગર ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના કાર્યકરોને બે તબક્કામાં માર્ગદર્શન આપશે. બે દિવસમાં તેઓ ૧૩ જીલ્લા અને ૨ મહાનગરોનો સંગઠનાત્મક પ્રવાસ સંપન્ન કરાશે.

English summary
Gujarat Election 2017 : Amit Shah on South Gujarat visit today. Read his Programme.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.