ગુજરાત ચૂંટણી: કોંગ્રેસની બીજી યાદી જાહેર, 4 બેઠક પર નામ બદલ્યા

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસે સોમવારે રાત્રે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. રવિવારે રાત્રે પહેલી યાદી બાદ કોંગ્રેસે ચારે તરફથી વિરોધનો સામને કરવાનો વારો આવ્યો હતો. પાસ દ્વારા કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જે પછી તેમણે જાહેર કરેલ 77 ઉમેદવારોની યાદીમાંથી 5 બેઠકો પર પરિવર્તન કરવાનો પણ નિર્ણય લીધો હતો. નવી જાહેર કરેલ યાદીમાં ચાર બેઠક એવી છે, જેમાં જૂના ઉમેદવારના સ્થાને નવા ઉમેદવારને લેવામાં આવ્યા છે. જૂનાગઢ પરથી પાસ કન્વીનર અમિત ઠુમ્મરને બેઠક આપવામાં આવી હતી, એના સ્થાને ભીખાભાઇ જોશીને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય વરાછા, કામરેજ અને ભરૂચની બેઠક પર પણ ઉમેદવારોના નામમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

congress

કોંગ્રેસની બીજી યાદીમાં કુલ 13 નામો જાહેર થયા છે, જે નીચે મુજબ છે.

 1. અબડાસા - પ્રદ્યુમનસિંહ જાડેજા
 2. દ્વારકા - મેરામણ ગોરીયા
 3. વરાછા- ધીરુભાઇ ગજેરા(પ્રફુલભાઇ તોગડિયા)
 4. જૂનાગઢ - ભીખાભાઇ જોશી(પાસ કન્વીનર અમિત ઠુમ્મરના સ્થાને)
 5. કામરેજ - અશોક જીરાવાલા(નીલેશ કુંબાનીના સ્થાને)
 6. રાપર - સંતોકબેન આરઠિયા
 7. રાજકોટ દક્ષિણ - દિનેશ ચોવટીયા
 8. રાજકોટ પૂર્વ - મિતુલ દોંગા
 9. જામનગર દક્ષિણ - અશોકલાલ
 10. જામનગર ઉત્તર - જીવણભાઈ કુંભારવડિયા
 11. ભુજ - આદમ ચાકી
 12. ખંભાળીયા - વિક્રમ માડમ
 13. ભરૂચ - જયેશ પટેલ(કિરણ ઠાકોરના સ્થાને)
English summary
Gujarat Elections 2017: Congress releases 2nd list of candidates.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.