ગુજરાત ચૂંટણી: નવે.ના અંતે રાજકોટમાં હાર્દિકનો રોડ શો

Subscribe to Oneindia News

ચૂંટણીને હવે એક મહિનો જ બાકી છે ત્યારે પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ) દ્વારા ભાજપને આ ચૂંટણીમાં જવાબ આપવા માટે પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે. રાજકોટમાં આવેલા નીલસીટી કલબમાં ચાલી રહેલી સૌરાષ્ટ્ર પાસ ઝોનની મીટીંગમાં શુક્રવારે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. નવેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજકોટ ખાતે હાર્દિક પટેલનો મોટો રોડ શો યોજવામાં આવશે, જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તા. 19એ જામનગરના ધ્રોલમાં રોડ શો યોજાશે તથા 20 તારીખે ગોંડલમાં રોડ શો યોજવામાં આવશે.

PAAS

આ ઉપરાંત રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગરમાં પણ મોટી સભા યોજવામાં આવશે. પાસના સૌરાષ્ટ્રના કન્વીનર બ્રિજેશ પટેલે જણાવ્યું કે, આ ચૂંટણીમાં ભાજપને 20 વર્ષનો સૌથી મોટો ફટકો પડશે, કારણ કે પાટીદાર સમાજ સાથે અન્યાય અને ખેડૂત વિરોધી નીતિને કારણે પ્રજા હેરાન થઈ છે. જેની અસર ચૂંટણીના પરિણામ પર પડશે.

English summary
Gujarat Elections 2017: PAAS convener Hardik Patel to take part in various rally in Saurashtra in the end of November.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.