હાર્દિક પટેલની સીડી મામલે જીજ્ઞેશ મેવાણીએ લખ્યો પત્ર

Written By:
Subscribe to Oneindia News

ચૂંટણીને એક માસનો સમય બાકી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની પાંચથી વધુ આપત્તિજનક વીડિયો ક્લિપ જાહેર થતાં રાજ્યના રાજકારણીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના નેતાઓ હાર્દિકને વખોડી રહ્યાં છે, કોંગ્રેસ હાર્દિકનો પક્ષ લઇ રહ્યું છે. અનેક પાટીદારો પણ હાર્દિકની પડખે ઊભા છે. હાર્દિક પટેલનો આરોપ છે કે, આ ભાજપની ગંદી રાજકીય રમત છે. એવામાં રાજ્યના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ હાર્દિક પટેલનો પક્ષ લીધો છે. સીડી અને વીડિયો ક્લિપ બહાર આવ્યા બાદ તેમણે સૌ પ્રથમ તો ટ્વીટ કરી હાર્દિકને સપોર્ટ કર્યો હતો અને ત્યાર બાદ બુધવારે તેમણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર હાર્દિકના વીડિયો કાંડ મામલે એક પત્ર પણ લખ્યો હતો.

jignes mevani

પોતાના આ લાંબા પત્રમાં જીજ્ઞેશે હાર્દિક અને તેના માતા-પિતાને આશ્વાસન આપ્યું હતું તથા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ આવા કોઇ વીડિયો કાંડ પર નહીં, પરંતુ રાજ્યની સરકારના વિકાસ અંગે સ્પષ્ટતા માંગવાની જરૂર છે. સાથે જ તેમણે લખ્યું હતું કે, પટેલ સમાજ હાર્દિકની પડખે અડીખમ ઊભો છે, પરંતુ આના પરથી જ ખ્યાલ આવે છે કે રાજનીતિ કઇ હદે નીચલા સ્તરે જઇ શકે છે. આ સીડી કાંડ પરથી હાર્દિક નહીં, પરંતુ હાર્દિક વિરોધીઓનું ચરિત્ર ખબર પડે છે. જીજ્ઞેશનો અંગત મત છે કે, આ સીડીમાં જોવા મળતો વ્યક્તિ હાર્દિક નથી, પરંતુ તેમનું કહેવું છે કે, જો તે હાર્દિક હોય તો પણ લોકોને એની સાથે શું લેવા-દેવા? ચૂંટણી સમયે ચર્ચાનો મુદ્દો એ હોવો જોઇએ કે, સરકારે વર્ષ 2012ના મેનિફેસ્ટોમાંના કેટલા વાયદાઓ પૂર્ણ કર્યા? ચર્ચા ગુજરાતના ભવિષ્ય અંગે થવી જોઇએ, નહીં કે કોઇના વીડિયો કાંડ મુદ્દે.

English summary
Gujarat Election 2017: Jignesh Mevani wrote a letter on Hardik Patel's viral video clips.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.