આપના ઋતુરાજને વંદના પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આપની શરૂઆત થઇ તે સમયથી તેની જોડે જોડાયેલા આપના મોટા નેતા ઋતુરાજ પટેલ અને વંદના પટેલ આજે અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાજરીતમાં તે આપની ટોપી નીકાળી પંજાની ખેસ પહેરશે. આ પ્રસંગે ભરત સિંહ સોલંકીએ કહ્યું હતું કે ગુજરાતમાં એક તેવી સરકાર કામ કરે છે જેણે ગરીબો અને મધ્યમ વર્ગને છોડી દીધો છે. અને હાલ વેપારીઓ, યુવાઓ, મહિલાઓ અને ખેડૂતો આ સરકારથી નારાજ છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર પછી આપના નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે.

congress

આમ એક પછી એક કોંગ્રેસ તરફ નેતાઓનું વલણ વધી રહ્યું છે. વળી હાર્દિક પટેલ સાથે જ કોંગ્રેસ બેઠક કરવાની છે. ત્યારે ચૂંટણી પહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી એમ ત્રણેય નેતાઓને પોતાની તરફ કરવાના મૂડમાં કોંગ્રેસ છે. વધુમાં આપના પણ ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા ઋતુરાજ પટેલ પણ હવે કોંગ્રેસ સાથે જોડાયા છે. ઋતુરાજ પટેલ પાસ જોડે પણ લાંબા સમયથી જોડાયેલા હતા. ત્યારે પાટીદારોના વોટ ખેંચવામાં ઋતુરાજની એન્ટ્રી સાથે કોંગ્રેસ કેટલાક અંશે સફળ થઇ રહી હોય તેમ લાગે છે.

English summary
Gujarat Election : AAP leader Rituraj join congress today. Read here more news on this story.
Please Wait while comments are loading...