કચ્છ: ઉમેદવારી પત્રના મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને સામને

Subscribe to Oneindia News

રાજકીય પાર્ટીઓ સભાઓ ગજવીને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવતી જ હોય છે, પરંતુ હવે ઉમેદવારી પત્ર ભરવાના મુદ્દે પણ એકબીજાની ખામીઓ શોધવાનું ચૂકતી નથી. આવી જ કંઈક ઘટના સાામે આવી છે કચ્છ જિલ્લામાં. માંડવી વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવાાનો આક્ષેપ ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ કર્યો હતો અને ચૂંટણી પંચ સમક્ષ આ ફોર્મ રદ્દ કરવાની માંગણી કરી હતી. આ બાબતે ચૂંટણી પંચ અને ઓબસ્ઝર્વરની બેઠક યોજાઇ હતી.

Gujarat Election

તો સામે પક્ષે ભાજપના ભૂજના ઉમેદવાર નિમાબહેન આચાર્યએ જે ફોર્મ ભર્યું છે, તેમાં પણ ઉંમર અને એફિડેવિટના મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ અંગે કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકીએ પત્રકાર પરિષદ પણ બોલાવી હતી. તો રાજકોટમાં નીતિન ભારદ્વાજની વાંધા અરજી ફગાવતા કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. જો કે, 68 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીના નામ બે જગ્યાએ મતદાર યાદીમાં હોવાથી કોંગ્રેસે પુરાવા સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે.

English summary
Gujarat Election 2017: BJP-Congress clash over nomination form in Kutch. Read more details here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.