For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંચન જરીવાલાની ઉમેદવારી મુદ્દે મનીષ સિસોદિયાની આગેવાનીમાં ECને મળ્યા આપ નેતા, જાણો શું આવશે ઉકેલ?

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં આપનુ પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીને મળ્યુ.

|
Google Oneindia Gujarati News

Kanchan jariwala gujarat politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામી રહી છે. ગુજરાતના સુરત(પૂર્વ)ના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ થવા મામલે આમ આદમી પાર્ટીએ સત્તાધારી ભાજપ પર આરોપ લગાવ્યા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપ ગુજરાત ચૂંટણી હારી રહી છે અને માટે હવે તેણે ગંદી રાજનીતિનો આશરો લીધો છે. કંચન જરીવાલાનુ ભાજપે અપહરણ કરી લીધુ હતુ. સિસોદિયાએ ઘણા ગંભીર આરોપો ભાજપ પર લગાવ્યા.

kanchan jariwala

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં આપનુ પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીને મળ્યુ. તેમણે સુરત પૂર્વના ઉમેદવાર પર તેમની ઉમેદવારી પાછી ખેંચવા અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવા માટે દબાણ કરવાનો ભાજપ પર આરોપ મૂક્યો હતો. ECI એ માહિતી આપી હતી કે વોરંટ મુજબ પૂછપરછ અને કાર્યવાહી કરવા માટે CEO ગુજરાતને એક પ્રતિનિધિત્વ મોકલવામાં આવ્યુ છે.

manish-kejriwal

આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ગુજરાતમાંથી સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલાને રિટર્નિંગ ઑફિસરના કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને 500થી વધુ પોલીસકર્મીઓએ ઘેરી લીધા હતા અને હવે તેમનું નામાંકન પાછુ ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. સિસોદિયાએ આજે ​​સાંજે એમ પણ કહ્યુ હતુ કે કંચન જરીવાલા ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યા હતા. તેમણે તેમનુ નામાંકન રદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. મનીષ સિસોદિયાએ કહ્યુ કે આનાથી ચૂંટણી પંચ પર સવાલો ઉભા થાય છે.

EC

મનીષ સિસોદિયાની જેમ અરવિંદ કેજરીવાલનુ પણ નિવેદન આવ્યુ હતુ. ગઈકાલે પ્રશ્ન ઉઠાવતા કેજરીવાલે કહ્યુ હતુ કે સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનુ નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનુ નામાંકન સ્વીકારવામાં આવ્યુ હતુ. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. શું તેમનુ અપહરણ કરવામાં આવ્યુ છે?'

English summary
Gujarat Election: Delhi Dy CM Manish Sisodia with AAP delegation met EC for Kanchan Jariwala nomination
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X