હાર્દિકે લગાવ્યો કોંગ્રેસના આ મોટા નેતા પર આરોપ, જાણો શું કહ્યું

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને પાટીદારો વચ્ચે શું ખીચડી રંધાય છે. તે અંગે બધા જ જાણવા માંગે છે. જો કે આજે સાંજે હાર્દિક પટેલ એક પ્રેસ કોન્ફર્ન્સ દ્વારા આ અંગે અધિકૃત જાહેરાત કરશે. આ પ્રેસ કોન્ફર્ન્સમાં કોંગ્રેસ કેવી રીતે પાટીદારોને અનામત આપશે તે અંગે પણ જાહેરાત કરવામાં આવશે. હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું છે કે કોંગ્રેસ અને પાટીદારો વચ્ચે ટિકિટ મામલે કોઇ વિવાદ થયો જ નથી તે લોકો અનામત મુદ્દે વાતચીત કરી રહ્યા છે અને તેમાં બન્ને વચ્ચે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ પણ આ બેઠકો સકારાત્મક રહી અને તેમાં ટિકિટ મામલે કોઇ વિવાદ નથી તેવી પણ સ્પષ્ટતા આપી છે.

hardik patel

જો કે આ તમામની વચ્ચે હાર્દિકે, પાટીદારો અને કોંગ્રેસ વચ્ચે થયેલી સહમતિ અને વાતચીતમાં કોઇ કોંગ્રેસના મોટા નેતા દ્વારા પોલિટિકલ સ્ટંટ રમાયો હોવાની વાત કરી છે. તેણે કોઇ પણ નેતાનું નામ લીધો વગર આડકતરી રીતે આરોપ મૂક્યો છે તેમ હાર્દિકના પાસેના સુત્રોથી જાણવા મળ્યું છે. વધુમાં આજે સાંજે થનારી પ્રેસ કોન્ફર્ન્સમાં તે આ અંગે ચોંકવનારા ખુલાસા કરી શકે છે તેવી પણ સંભાવના છે. વધુમાં હાર્દિકના ખાસ ગણાતા એક નેતાએ પણ હાર્દિકને દગો આપ્યો છે તેવી પણ વાતો મીડિયામાં ચર્ચાતી થઇ છે. ભાજપ દ્વારા હાર્દિકને ખાસમખાસને પોતાની તરફ ખેંચી લેવા મામલે પણ ચર્ચાઓ સાંભળવામાં મળી છે. જો કે હવે આ તમામ મામલે આજે સાંજે હાર્દિક પટેલની પ્રેસ કોન્ફર્ન્સમાં જ ખુલાસો થશે તેમ માનવામાં આવે છે. ત્યારે જોવાનું તે રહ્યું કે હાર્દિક પટેલ કોંગ્રેસને સીધી કે આડકતરી રીતે સમર્થન આપે છે કે કેમ?

English summary
Gujarat election : Hardik Patel says Political stunt played by one congress leader. Read here more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.