For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : આ છે પ્રથમ તબક્કા માટે હૉટ બેઠકો

|
Google Oneindia Gujarati News

gujarat-assembly-election-2012
ગાંધીનગર, 12 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંતર્ગત ગુજરાતમાં પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે 13 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ 87 બેઠકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં પાટિદારોના મતોની સાથે ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મોટા માથાઓનું ભાવી ઇવીએમમાં કેદ થવાનું છે.

આ બેઠકોમાં પોરબંદરથી કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસના વિધાનસભા વિપક્ષનાં નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગર(ગ્રામ્ય) બેઠક પરથી અને ગુજરાત પરિવર્તન પાર્ટીનાં પ્રમુખ કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી પોતાનું નસીબ અજમાવશે.

આ ઉપરાંત લોકોની નજર કઇ બેઠકો પર રહેશે તેના પર એક નજર કરીએ તો...

1. પોરબંદર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડી રહ્યા છે.

2. ભાવનગર - ગ્રામ્ય : કોંગ્રેસના આગેવાન અને વિધાનસભામાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ અને ભાજપના ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો છે તેવા મંત્રી પુરસોત્તમ સોલંકી વચ્ચે મુકાબલો છે.

3. વિસાવદર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના અસંતુષ્ટ તથા ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ કેશુભાઇ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

4. બોટાદ : ભાજપના ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલ અને કોંગ્રેસના સાંસદ કુંવરજી બાવળિયા વચ્ચે શક્તિ પ્રદર્શન થશે.

5. ગોંડલ : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી, ભાજપના અસંતુષ્ટ અને જીપીપીના સભ્ય ગોરધન ઝડફિયા અને એનસીપીના ચંદુ વઘાસિયા વચ્ચે જંગ છે.

6. રાજકોટ - પૂર્વ : ગુજરાતના નાણા મંત્રી વજુભાઇ વાળા સતત 8મી વાર ચૂંટણી લડી રહ્યા છે.

7. ધોરાજી : તાજેતરમાં ટોલ નાકા પરના કર્મચારીને બંદૂક બતાવી શક્તિ પ્રદર્શન કરનાર કોંગ્રેસના ધારાસભ્ય વિઠ્ઠલ રાદડિયા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

8. જામનગર - ગ્રામ્ય : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

9. જામનગર - દક્ષિણ : ભાજપના મહિલા નેતા અને ઉચ્ચ શિક્ષણ તથા મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન જસુબેન ત્રિવેદી ચૂંટણી લડી રહ્યા છે.

10. ખંભાળિયા : કોંગ્રેસના મહિલા નેતા પૂનમબેન માડમ અસંતોષને કારણે કોંગ્રેસમાંથી નીકળીને ભાજપની બેઠક લડી રહ્યા છે.

11. માંગરોળ : કોંગ્રેસના મહિલા ઉમેદવાર અને પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચૂડાસમા ચૂંટણી લડી રહ્યા છે.

12. અમરેલી : ભાજપના આગેવાન અને કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે રસાકસી છે.

13. ઉધના : ભાજપના નેતા અને ગુજરાતના અન્ન, પુરવઠો અને સહકારિતા પ્રધાન નરોત્તમ પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

આવતીકાલે સવારથી જ મતદારો ઉમેદવારોનાં ભાવિ ઈવીએમમાં સીલ કરશે. આ માટે 20 હજાર જેટલા મતદાન મથકોમાં મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

English summary
Gujarat Election : Hot constituencies for phase 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X