For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના ફ્રી વિજળીના વચન પર પીએમનો કટાક્ષ - હું આખા ગુજરાતના લોકોને કમાણી કરતા જોવા માંગુ છુ

ગુરુવારે એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ આમ આદમી પાર્ટીની મફત વિજળીની વાત પર કટાક્ષ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને દરેક જગ્યાએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીઓની સભાઓ, રેલીઓ અને રોડ શો ચાલી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલમાં ગુજરાતમાં પૂરજોશમાં જનસભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. જ્યાં ગુરુવારે એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ આમ આદમી પાર્ટીની મફત વિજળીની વાત પર કટાક્ષ કર્યો છે. તમને જણાવી દઈએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને મફત વિજળી આપવાનુ વચન આપ્યુ છે.

વીજળીથી કમાણી કરવામાં મદદ કરવાની કળા માત્ર તેઓ જ જાણે છે

વીજળીથી કમાણી કરવામાં મદદ કરવાની કળા માત્ર તેઓ જ જાણે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં જનતાને સંબોધતા કહ્યુ કે વીજળી મફતમાં મેળવવાને બદલે તેનાથી આવક પેદા કરવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાને કહ્યુ કે લોકોને વીજળીથી કમાણી કરવામાં મદદ કરવાની કળા માત્ર તેઓ જ જાણે છે. તેમણે કહ્યુ કે હું આખા ગુજરાતમાં લોકોને કમાણી કરતા જોવા માંગુ છુ. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં રાજ્યના લોકોને મફત વીજળી આપવાનુ વચન આપ્યુ છે. મોદીના આ પગલાંને વિપક્ષી પાર્ટીઓના મફત વીજળીના વચનોના જવાબ તરીકે જોવામાં આવી રહ્યુ છે.

આ પ્રણાલીને આખા ગુજરાતમાં લાગુ કરવા માંગુ છુ

આ પ્રણાલીને આખા ગુજરાતમાં લાગુ કરવા માંગુ છુ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે પણ તેના ચૂંટણી ઢંઢેરામાં આવુ જ વચન આપ્યુ હતુ. આમ આદમી જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાનુ વચન આપ્યુ છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે જો સત્તામાં આવશે તો તે દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તમે જોયુ જ હશે કે મહેસાણા જિલ્લાનુ આખુ મોઢેરા ગામ કેવી રીતે છત પર સૌર ઉર્જાથી ચાલી રહ્યુ છે. તેઓ તેમની જરૂરિયાત મુજબ શક્તિનો ઉપયોગ કરે છે અને વધારાની શક્તિ (સરકારને) વેચે છે. હું આ પ્રણાલીને આખા ગુજરાતમાં લાગુ કરવા માંગુ છુ.

આ કળા માત્ર મોદી જ જાણે છે

આ કળા માત્ર મોદી જ જાણે છે

પીએમ મોદીએ કહ્યુ કે આ સિસ્ટમ હેઠળ તમે સોલર પેનલથી ઉત્પન્ન થતી વધારાની વીજળી વેચીને પૈસા કમાઈ શકો છો. આ કળા માત્ર મોદી જ જાણે છે જેના દ્વારા લોકો વીજળીથી કમાણી કરી શકે છે. પીએમ મોદીએ મોઢેરાની એક મહિલાનો કિસ્સો ટાંક્યો જેણે કહ્યુ કે તેઓ હવે ફ્રિજ અને એસી ખરીદવાની યોજના બનાવી રહ્યા છે કારણ કે રૂફટોપ સોલર લગાવ્યા પછી વીજળી સસ્તી થઈ ગઈ છે. તેમણે મને કહ્યુ કે તેમ છતાં તેનો પરિવાર અગાઉ આવા ઉપકરણો ખરીદવામાં સક્ષમ હતો પરંતુ તેઓ તેને ટાળતા હતા કારણ કે તેમને વીજળીનુ બિલ પરવડતુ નહોતુ. હવે તેમને તે પરવડી શકે છે કારણ કે વીજળી મફત છે. હું આ ક્રાંતિ દરેકના ઘરઆંગણે લાવવા માટે કામ કરી રહ્યો છુ.

English summary
Gujarat Election: I want to see the people of entire Gujarat earning from electricity taunts PM Modi on Kejriwal's free elctricity guarantee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X