For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: પહેલા તબક્કામાં કુલ 211 કરોડપતિ ઉમેદવાર, ભાજપમાં સૌથી વધુ, સૌથી અમીર કોણ? જાણો

ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધુ છે. અહીં જાણો કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ.

|
Google Oneindia Gujarati News

Gujarat Elections 2022 Crorepati candidates in Phase 1: ગુજરાતમાં પહેલા તબક્કાની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધુ છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના જણાવ્યા મુજબ ભાજપના મોટાભાગના ઉમેદવારોએ પોતાની સંપત્તિ એક કરોડ કે તેથી વધુ બતાવી છે. બીજા નંબરે કોંગ્રેસના ઉમેદવારો છે. સૌથી અમીર ઉમેદવારો પાસે પોણા બે કરોડ રુપિયાની સંપત્તિ છે. અમીર ઉમેદવારોમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાનુ નામ પણ સામેલ છે.

ભાજપના 89% ઉમેદવાર કરોડપતિ - એડીઆર

ભાજપના 89% ઉમેદવાર કરોડપતિ - એડીઆર

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. 1 ડિસેમ્બરે યોજાનાર મતદાન માટે મેદાનમાં રહેલા તમામ ઉમેદવારોમાંથી 211 એટલે કે 27% કરોડપતિ ઉમેદવારો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ આમાંથી 79 ભાજપના છે. ભાજપ પ્રથમ તબક્કામાં તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આનો અર્થ એ થયો કે તેના 89% ઉમેદવારો કરોડપતિ છે અથવા તેમની જાહેર કરેલી સંપત્તિના આધારે રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ છે.

રાજકોટ દક્ષિણથી ભાજપ ઉમેદવાર સૌથી અમીર- રિપોર્ટ

રાજકોટ દક્ષિણથી ભાજપ ઉમેદવાર સૌથી અમીર- રિપોર્ટ

ભાજપ પછી કોંગ્રેસ બીજા ક્રમે છે, તેના 89 ઉમેદવારોમાંથી 65 અથવા 73% ઉમેદવારોએ રૂ. 1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આમ આદમી પાર્ટી જે માત્ર 88 સીટો પર ચૂંટણી લડી રહી છે તેના 33 ઉમેદવારો કરોડપતિ છે કે જે 38% છે. એડીઆરના અહેવાલ મુજબ પ્રથમ તબક્કાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 2.88 કરોડ છે. જ્યાં સુધી સૌથી અમીર ઉમેદવારનો સવાલ છે તેમાં પણ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. રાજકોટ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ તિલાલાએ કરેલી સંપત્તિના ઘોષણા મુજબ તેમની પાસે 175 કરોડની સંપત્તિ છે.

એક ઉમેદવારની સંપત્તિ શૂન્ય - રિપોર્ટ

એક ઉમેદવારની સંપત્તિ શૂન્ય - રિપોર્ટ

અમીર ઉમેદવારોમાં બીજુ નામ કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરુનુ છે. જેઓ રાજકોટ પૂર્વથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 162 કરોડની સંપત્તિની વિગતો આપી છે. ત્રીજા નંબરે પણ ભાજપના ઉમેદવાર છે. માણાવદર બેઠક પરથી ભાજપના જવાહર ચાવડાએ 130 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જો કે, રાજકોટ પશ્ચિમમાંથી ચૂંટણી લડી રહેલા અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્ર પટોલિયાએ તેમની ચૂંટણી એફિડેવિટમાં શૂન્ય સંપત્તિ જાહેર કરી છે.

રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ રુપિયાની સંપત્તિ - રિપોર્ટ

રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ રુપિયાની સંપત્તિ - રિપોર્ટ

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2021-22માં તેમણે પોતાની, તેમના પતિ અને તેના આશ્રિતોની કુલ આવક 18 કરોડ રૂપિયા જાહેર કરી છે. એફિડેવિટ મુજબ તેમની પોતાની આવક 6 લાખ રૂપિયા છે. તેમણે પોતાની કુલ સંપત્તિ 97 કરોડ રૂપિયા જાહેર કરી છે. આ ADR રિપોર્ટ અનુસાર કુલ ઉમેદવારોમાંથી 73એ 5 કરોડ રૂપિયાથી વધુ, 77એ 2 કરોડ રૂપિયા અને 5 કરોડ રૂપિયાની વચ્ચે અને 125 લોકોએ 50 લાખથી 2 કરોડ રૂપિયાની વચ્ચેની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે 170 લોકોએ 10 લાખથી 50 લાખની વચ્ચેની સંપત્તિ જાહેર કરી છે અને 343 લોકોએ 10 લાખથી ઓછી સંપત્તિ જાહેર કરી છે.

ભાજપ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 13.40 કરોડ રુપિયા

ભાજપ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 13.40 કરોડ રુપિયા

જો પક્ષોના આધારે ઉમેદવારોની સરેરાશ સંપત્તિ જોવામાં આવે તો ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 13.40 કરોડ રૂપિયા, કોંગ્રેસના ઉમેદવારોની 8.38 કરોડ રૂપિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની 1.99 કરોડ રૂપિયા છે.જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 14 ઉમેદવારોએ તેમની સરેરાશ સંપત્તિ 23.39 લાખ રૂપિયા જાહેર કરી છે. આ અહેવાલ મુજબ ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 719 પુરુષ અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યની 182 બેઠકો માટે બે તબક્કામાં 1 ડિસેમ્બરે 89 અને 5 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. (ઈનપુટ-પીટીઆઈ)

English summary
Gujarat Election: In First phase 211 candidates have assets of more than one crore. Who is the richest canditate among all?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X