રાહુલના હાથમાં ગુજ. ચૂંટણીની કમાન, ભરતસિંહ પર નથી ભરોસો?

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કમર કસી લીધી છે. તેમની સતત વધતી ગુજરાત મુલાકાતે સાથે જ તેમણે ગુજરાત ચૂંટણીની કામગીરીઓની કમાન પોતાના હાથમાં લઇ લીધી હોવાનું સાંભળવા મળ્યું છે. કહેવાઇ રહ્યું છે કે, રાજ્યમાં ચૂંટણીની કામગીરી પર દિલ્હીની ટીમ સીધી નજર રાખશે. ઉમેદવારોની પસંદગી અને ટિકિટ વહેંચણી અંગે પણ રાહુલ ગાંધી અને તેમની 200 માણસોની ટીમ દિલ્હીથી કરશે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીમાં કોઇપણ પ્રકારની કચાશ રાખવા નથી માંગતા અને આ કારણે જ તેમણે આ નિર્ણય હોવાનું કહેવાઇ રહ્યું છે.

Gujarat Congress

આ નિર્ણય પાછળ રાહુલ ગાંધીનો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પર ઘટતો જતો વિશ્વાસ કારણભૂત હોવાનું કહેવાઇ રહ્યું છે. રાહુલ ગાંધીને ભરતસિંહની કામગીરી પર પૂરતો ભરોસો નથી અને આ કારણે જ ચૂંટણીની કામગીરીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ નેતા શંકરસિંહ સોલંકી સાથે કોંગ્રેસ હાઇ કમાન્ડના વિવાદની વાત સામે આવી હતી, ત્યારે જ ભરતસિંહ સોલંકીને ચૂંટણીની કામગીરીઓમાંથી સાઇડલાઇન કરવાની વાતો પણ સામે આવી હતી. ત્યાર બાદ જ ગુજરાત ચૂંટણીના પ્રભારી તરીકે અશોક ગેહલોતનું નામ સામે આવ્યું હતું.

English summary
Gujarat Elections 2017: Sources says, Congress VP Rahul Gandhi doesn't want to take any chance in Gujarat Elections and hence he and his team will be monetizing all the activities from Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.