For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : મત ગણતરીનું લાઇવ અપડેટ, ગુજરાતી વનઇન્ડિયા પર

|
Google Oneindia Gujarati News

vote-counting
ગાંધીનગર, 19 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો આવતીકાલે એટલે કે 20 ડિસેમ્બર, 2012ના રોજ થવાનો છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી છે. પોલીસના જાપ્તા હેઠળ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં પહોંચી ગયા છે. ત્યારે ગુજરાતી વનઇન્ડિયા પણ તેના નેટિઝન્સ માટે વોટ કાઉન્ટિંગનું લાઇવ અપડેટ લઇને આવ્યું છે.

ગુજરાતી વનઇન્ડિયા પર આપ સવારે 8.00 વાગ્યાથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની સાથે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2012નું લાઇવ કાઉન્ટિંગ અપડેટ જોવા મળશે. આ ઉપરાંત મત ગણતરીની સાથે બદલાતા સમીકરણો, વિવિધ પક્ષોની ભાવિ રણનીતિ અને વિશેષ લેખ પણ આપ વાંચી શકશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે.

આ ચૂંટણીમાં થયેલા 71.30 ટકા જેટલા ભારે મતદાનને કારણે વિવિધ રાજકીય પક્ષોની ધારણા ઉલટી પડે તેવી પૂરે પૂરી શક્યતા છે. વિવિધ એક્ઝિટ પોલમાં ગુજરાતની સત્તા ભાજપના હાથમાં આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અનેક લોકોનું માનવું છે કે એન્ટિ ઇન્કમ્બન્સી અને કેશુભાઇ ફેક્ટરના કારણે ભાજપની સ્થિતિ કફોડી થવાની છે. જનતા જનાર્દને શું ફેંસલો આપ્યો છે તે આવતી કાલે ખબર પડી જશે. લાઇવ અપડેટ માટે વાંચતા રહો

English summary
Gujarat Election : Live update of vote counting on gujarati oneindia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X