For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ચૂંટણી પંચ જાહેર રજાના દિવસે નામાંકન નહિ સ્વીકારે, ભાજપની અરજી ફગાવી

ગુજરાત ચૂંટણીમાં જાહેર રજાના દિવસે નામાંકન સ્વીકારવામાં આવશે નહિ.

|
Google Oneindia Gujarati News

ગુજરાત ચૂંટણીમાં જાહેર રજાના દિવસે નામાંકન સ્વીકારવામાં આવશે નહિ. ચૂંટણી પંચે આ સંદર્ભે ભાજપની અરજી ફગાવી દીધી છે. ગુજરાતના ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને એમ કહ્યુ હતુ કે તેઓ આ વિશે માહિતી નથી. હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ભારતના ચૂંટણી પંચ(ECI)એ 12 નવેમ્બરના રોજ જાહેર રજાના દિવસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન સ્વીકારવાની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી(BJP)ની વિનંતીને ફગાવી દીધી છે.

rajiv kumar

આ અંગે માહિતી ધરાવતા લોકોએ કહ્યુ કે આવુ કરવુ કાયદાની વિરુદ્ધ છે. એક અધિકારીએ નામ ન આપવાની વિનંતી કરીને જણાવ્યુ હતુ કે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની વિરુદ્ધ છે. કાયદા હેઠળ જાહેર કરવામાં આવ્યુ છે કે જાહેર રજાના દિવસે નામાંકન સ્વીકારવામાં આવશે નહિ. ચૂંટણી પંચે નોંધ્યુ છે કે સમાન કાયદા હેઠળ બીજા અને ચોથા શનિવાર જાહેર રજાઓ છે અને આ દિવસોમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના નામાંકન સ્વીકારવામાં આવશે નહિ.

તમને જણાવી દઈએ કે જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 33 મુજબ જાહેર રજાના દિવસે કોઈ નોમિનેશન પેપર ફાઈલ કરી શકાતુ નથી. ગુજરાતના ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને એમ કહ્યુ હતુ કે તેમને આ વિશે માહિતી નથી. તેમણે કહ્યુ કે, 'ECIના નિર્ણય અંગેની આ માહિતી મારી પાસે હજુ સુધી આવી નથી.'

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ભાજપ સતત સાતમી વખત રાજ્યમાં સત્તા પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી પંચે કહ્યુ હતુ કે 68 સીટોવાળી હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 12 નવેમ્બરે યોજાશે. વિરોધ પક્ષોએ 15 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત ન કરવાના ચૂંટણી પંચના પગલા પાછળના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પહેલા ભાજપને વધુ છૂટની જાહેરાત કરવામાં મદદ કરવા માટે આમ કરવામાં આવ્યુ હતુ.

English summary
Gujarat Election: nominations will not be accepted on public holiday, plea of BJP rejected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X