For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતીકાલે સંવેદનશીલ મતબૂથ પર રહેશે ચાંપતો બંદોબસ્ત

શનિવારે, પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ તમામ મતબૂથો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ ઇવીએમ પણ સ્ટ્રોગરૂમમાં મૂકી દેવામાં આવ્યો છે

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

શનિવારે, પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતના સંવેદનશીલ તમામ મતબૂથો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ ઇવીએમ પણ સ્ટ્રોગરૂમમાં મૂકી દેવામાં આવ્યો છે. ગુજરાતના વલસાડમાં ઉમરગામ ,જલાલપોર, મધ્ય ગુજરાતમાં ગોધરા તો અમદાવાદમાં દરિયાપુર, વેજલપુર સહિત ગુજરાતમાં જ્યાં પણ સંવેદનશીલ બૂથ છે ત્યાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અને તમામ સ્થળે ડિસ્પેટ સેન્ટરથી મતદાન સામગ્રી પૂરતા બંદોબસ્તા સાથે મતદાન બૂથ પર પહોંચાડાશે. તો બીજી તરફ નાના ગામડાઓમાં માહોલ કોઈ ઉત્સવ જેવો છે અને મતદાન મથકની આસપાસ સવર્ત્ર ગ્રામિણ જનો ઉમટી પડ્યા છે.

Gujarat Election

જામનગરની પાંચ વિધાનસભા બેઠકો માટે પાંચ અલગ અલગ સ્થળો પરથી ઈવીએમ અને વીવીપેટ મશીન ડીસ્પેચ કરવામા આવ્યા તો ભાવનગરમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે ઇવીએમ રવાના કરવામાં આવ્યા. તો કચ્છ જિલાના મોટા મથક ભૂજ માટે 1803 મતદાન મથકો પર મતદાન યોજાશે તેના માટે તમામ પોલીંગ સ્ટાફના સભ્યોને તેમના બુથ પર પહોંચ્યા છે અને સરહદને અડીને આવેલા ગામડાઓમાં ફ્લેગમાર્ચ પણ શરૂ કરી દેવાયુ છે. તો જૂનાગઢમાં પાંચ બેઠક પર 1360 બૂથો પર ઈવીએમ અને વીવીપેટ મશિન ગોઠવી દેવાયા છે અને અહીં કુલ 5996 કર્મચારીઓ ફરજ પર રહેશે.

English summary
Gujarat Election Preparation : Special force for sensitive Booth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X