For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સસ્તા ગેસ સિલિન્ડર, દેવા માફી, રોજગાર માટે ભાઈ-બહેનો વોટ કરો', રાહુલ ગાંઘીએ ગુજરાતીઓને કરી અપીલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ ભાઈ-બહેનોને મતદાન કરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly elections Phase 1: ગુરૂવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થતાની સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતના તમામ ભાઈ-બહેનોને મતદાન કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'હું ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને અપીલ કરુ છુ કે મત આપો, રોજગાર માટે, સસ્તા ગેસ સિલિન્ડર માટે, ખેડૂતોની લોન માફી માટે, ગુજરાતના પ્રગતિશીલ ભવિષ્ય માટે, મોટી સંખ્યામાં મતદાન કરો અને લોકશાહીના આ પર્વને સફળ બનાવો.'

rahul gandhi

હાલમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાનુ નેતૃત્વ કરી રહ્યા છે. તેથી જ તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં સક્રિય રીતે જોવા મળતા નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં છે. ગુરુવારે રાહુલ ગાંધીએ આજે ​​ઉજ્જૈનથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યુ કે, 'ગુજરાતના 7 કરોડ લોકો પરિવર્તન માટે એક થયા છે. મતદાનમાં ભાગ લેવો એ લોકશાહીનો આત્મા છે. આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવા મિત્રોનુ સ્વાગત છે. કોંગ્રેસે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યુ હતુ કે, 'ગુજરાત અન્યાય સામે મતદાન કરશે.' મોરબીમાં બનેલી દુ:ખદ ઘટના અને ભાજપની અસંવેદનશીલતાને ગુજરાત ભૂલ્યુ નથી.'

તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ગુરુવારે સવારે 8 વાગ્યાથી મતદાન થઈ રહ્યુ છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો માટે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં તે 788 ઉમેદવારો મેદાનમાં છે. કુલ મતદારોની સંખ્યા 2,39,76,670 છે, જેમાં 1,24,33,362 પુરૂષો, 1,1,5,42,811 મહિલાઓ અને 497 ત્રીજા લિંગના છે.

English summary
Gujarat Election: Rahul Gandhi appeals to voters in Gujarat, says vote for employment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X