Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબાના સમર્થન માટે કરી અપીલ

રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પત્ની રિવાબા જાડેજાના સમર્થન માટે અપીલ કરી છે.

જામનગર ઉત્તરની બેઠક પર ભારતીય ક્રિકેટના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની રિવાબાને ટિકિટ મળતા ખરાખરીનો જંગ જામ્યો છે. અહીં રિવાબાના નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીમાં નણંદ અને ભાભી સામ-સામે આવી ગયા છે. હવે રવિન્દ્રસિંહ જાડેજા પણ પત્ની સાથે પ્રચારમાં જોડાશે અને તેમને સાથ આપશે. હાલમાં રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને પત્ની રિવાબા જાડેજાના સમર્થન માટે અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે.

rivaba

રવિન્દ્રસિંહે વીડિયોમાં કહ્યુ કે, 'મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં ટી20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપે મારી પત્ની રિવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારી છે.' ઉમેદવારી પત્ર ભરતી વખતે સાથ આપવા માટે રવિન્દ્રસિંહે અપીલ કરી હતી. આ પહેલા પણ ભાજપે રિવાબાનુ નામ જાહેર કર્યુ ત્યારે રવિન્દ્રસિંહે પત્ની માટે પોસ્ટ મૂકીને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિકાસના કામમાં સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા બાદ તેમણે સામાજિક પ્રવૃત્તિ કરીને પોતાનો લોકસંપર્ક શરુ કર્યો હતો. રિવાબા જામનગર, કાલાવડ, લાલપુર, ધ્રોલ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય સ્તરે લોકોનો સંપર્ક કરીને સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. નોંધનીય છે કે રવિન્દ્રસિંહ જાડેજા ઘૂંટણની ઈજાના કારણે ટી20 વર્લ્ડકપ રમી શક્યા નહોતા. એશિયા કપ દરમિયાન જાડેજાને ઈજા થઈ હતી ત્યારબાદ તેના જમણા ઘૂંટણની સર્જરી થઈ હતી. હવે ફિટનેસ બાદ જ તે બાંગ્લાદેશ સામે વનડે અને ટેસ્ટ સીરિઝમાં જોડાઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X