For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: પહેલા તબક્કામાં 14,382 બૂથ પર મતદાન, 39 પાર્ટીના ઉમેદવારો મેદાનમાં

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં 14382 પોલિંગ બૂથ પર મતદાન થશે જેમાંના 3311 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં છે જ્યારે 11,071 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુરુવારે 1 ડિસેમ્બરે ગુજરાત પહેલા તબક્કાની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Election 1st Phase) માટે મતદાન કરવા તૈયાર છે. પહેલા તબક્કામાં ગુજરાતના કુલ 19 જિલ્લાની 89 વિધાનસભા સીટ પર મતદાન થશે જ્યાં કુલ 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપની સત્તા વાળા ગુજરાતમાં પહેલા તબક્કા માટેનો પ્રચાર કેમ્પેઈનનો સમયગાળો મંગળવારે સાંજે સમાપ્ત થયો હતો જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતની વિધાનસભા સીટો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.

gujarat assembly election

ગુરુવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી કુલ 14382 પોલિંગ સ્ટેશનો પર મતદાન થશે, સ્ટેટ ચીફ ઈલેક્ટોરલ ઑફિસરે જણાવ્યું.

રાજ્યના ચૂંટણી અધિકારીએ જણાવ્યા મુજબ ગુજરાતના કુલ નોંધાયેલા 4.91 કરોડ મતદારોમાંથી પહેલા તબક્કામાં 2.4 કરોડ માન્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાંના 5.74 લાખ મતદારો 18-19 વર્ષની ઉંમરના છે, અને4945 મતદારો 99 વર્ષથી વધુ ઉંમરના છે.

ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં 14382 પોલિંગ બૂથ પર મતદાન થશે જેમાંના 3311 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં છે જ્યારે 11,071 મતદાન મથકો ગ્રામીણ વિસ્તારોમાં છે.

ચૂંટણી પંચ મુજબ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અન્ય 36 રાજકીય પાર્ટીઓના ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે જેમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીઆઈએમ અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી સહિતની પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપ અને કોંગ્રેસ તમામ 89 સીટ પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી 88 સીટ પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીનો સુરત પૂર્વથી એક ઉમેદવારે પોતાનું નોમિનેશન પરત ખેંચી લીધું હતું, જેને કારણે પહેલા તબક્કામાં આમ આદમી પાર્ટીના 88 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જ્યારે બીએસપીએ 57 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ 14 અને સીપીઆઈએમમે 4 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત પહેલા તબક્કા માટે 339 ઉમેદવારોએ અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી છે.

પહેલા તબક્કામાં ચૂંટણી લડી રહેલા 788 ઉમેદવારોમાંથી 70 મહિલાઓ છે, જેમાંથી 9 ભાજપ તરફથી લડી રહી છે, 6 કોંગ્રેસ તરફથી લડી રહી છે અને 5 આમ આદમી પાર્ટી તરફથી લડી રહી છે.

મેદાનમાં મુખ્ય ઉમેદવારો AAP ના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી છે, જે જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડી રહ્યા છે; પોરબંદરથી પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા; AAPના ગુજરાતના વડા ગોપાલ ઇટાલિયા કતારગામથી; વરાછા રોડ પરથી પૂર્વ પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરિયા; અમરેલીથી વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી; અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

પ્રથમ તબક્કાના અન્ય અગ્રણી ઉમેદવારોમાં જુનિયર ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને સુરતની વિવિધ બેઠકો પરથી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી અને ભાવનગર (ગ્રામ્ય) માંથી પાંચ વખત ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.

એક અખબારી યાદીમાં રાજ્યના CEOએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે કુલ 2.2 લાખ પ્રશિક્ષિત અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર રહેશે. પ્રથમ તબક્કામાં જ 27,978 પ્રિસાઇડિંગ ઓફિસર અને 78,985 પોલિંગ ઓફિસર મતદાન પ્રક્રિયા દરમિયાન ચૂંટણી ફરજ પર રહેશે.

English summary
Gujarat Election: Voting in 14,382 booths in first phase, candidates of 39 party in fray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X