For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022: અમે મોદી ભક્તોનું પણ હ્રદય જીતશું, અરવિંદ કેજરીવાલનો હુંકાર

Gujarat Assembly Election 2022: અમે મોદી ભક્તોનું પણ હ્રદય જીતશું, અરવિંદ કેજરીવાલનો હુંકાર

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો દરમિયાન કેટલાક લોકોએ વડાપ્રધાન મોદીના નામના નારા લગાવ્યા હતા. ગુજરાતમાં પહેલી ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરના રોજ વિધનસભા ચૂંટણી માટે મતદાન થનાર છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં સાંજે જ્યારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેના પર અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે કોઈના પક્ષમાં નારા લગાવવા હોય લગાવો, પરંતુ તેમના બાળકો માટે પોતે જ વિદ્યાલય બનાવશે અને મફત વીજળી આપશે. તેમણે કહ્યું કે મોદીના પક્ષમાં નારા લગાવી રહેલા આ લોકોનું એક દિવસ આમ આદમી પાર્ટી દિલ જીતશે.

કેટલાક લોકોએ લગાવ્યા મોદી, મોદીના નારા

કેટલાક લોકોએ લગાવ્યા મોદી, મોદીના નારા

રોડ શોમાં લોકોને સંબોધિત કરતાં કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકો મોદી, મોદીની બુમો પાડી રહ્યા છે. હું તેમને કહેવા માંગું છું કે તમારે જેના નામના નારા લગાવવા હોય લગાવી લો, પરંતુ કેજરીવાલ જ હશે જે તમારા બાળકો માટે વિશ્વવિદ્યાલય બનાવશે. તમે ઈચ્છો તેટલા નારા લગાવી લો, પરંતુ આ કેજરીવાલ જ છે જે તમને મફત વીજળી આપશે.

સ્કૂલ અને હોસ્પિટલ હું બનાવીશ

સ્કૂલ અને હોસ્પિટલ હું બનાવીશ

તેમણે કહ્યું કે કોઈ સાથે અમારી દુશ્મની નથી. તમે જે કોઈના પક્ષમાં નારા લગાવવા માંગો છો, લગાવી શકો છો. એક દિવસ અમે તમારું હ્રદય સ્પર્શશું અને તમને અમારી પાર્ટીમાં લાવીશું. તેમણે નોકરી મેળવવા ઈચ્છુક લાભાર્થીઓને રોજગાર તથા 3000 રૂપિયાના બેરોજગારી ભથ્થાની પોતાની પાર્ટીની ગેરેન્ટી ફરી યાદ અપાવતા કહ્યું કે રાજ્યમાં બેરોજગારી ચરમસીમા પર છે.

માત્ર પાંચ વર્ષ આપો, કામ નહીં કરું તો મોઢું નહી દેખાડું

માત્ર પાંચ વર્ષ આપો, કામ નહીં કરું તો મોઢું નહી દેખાડું

અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવી કોઈ પાર્ટી નથી જે સ્કૂલોની વાત કરતી હોય. શું કોઈ પાર્ટીએ વિદ્યાલય, હોસ્પિટલ બનાવ્યાં, નોકરીઓ અને મફત વીજળી આપવાનું વચન કર્યું? માત્ર અમારી પાર્ટી જ છે જે આ બધા મુદ્દાઓની વાત કરે છે. કેજરીવાલે કહ્યું કે જો લોકોને ગુંડાગર્દી અને ગાળો આપવી પસંદ હોય તો તેઓ ભાજપનું સમર્થન કરી શકે છે. તેમણે કહ્યું કે જો તમે વિદ્યાલય બને તેમ ઈચ્છતા હોવ તો મારી પાસે આવો. જો તમને વીજળી, હોસ્પિટલ અને રસ્તાઓની જરૂરત હોય તો મારી પાસે આવો. નહીંતર ગુંડાગર્દી માટે તેમની પાસે જાઓ. તેમણે આગળ કહ્યું કે હું અહ્યાં પાંચ વર્ષ માંગવા માટે આવ્યો છું. તમે એમને 27 વર્ષ આપ્યાં, મને માત્ર પાંચ વર્ષ આપો. જો મેં કામ ના કર્યું તો તમારી સામે ક્યારેય નહીં આવું.

English summary
Gujarat Election: We will win the hearts of Modi devotees too, arvind kejriwal in road show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X