• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: ગાંધી બાપૂની જન્મભૂમિ પોરબંદરમાં શું સ્થિતિમાં છે કોંગ્રેસ? શું છે ચૂંટણી માહોલ?

|
Google Oneindia Gujarati News

Porbandar Seat: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક માટે 1 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરની ઐતિહાસિક સીટ પર ચૂંટણી માહોલ શું છે એ જાણવાનુ રસપ્રદ રહેશે. આ બેઠક પર ભાજપે પોતાના વર્તમાન ધારાસભ્ય બાબુભાઈ બોખિરિયા અને કોંગ્રેસે પોતાના જૂના નેતા અને પૂર્વ ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અહીં જીવન જુંગીને ઉમેદવાર બનાવ્યા છે.

પોરબંદરમાં ભાજપ અને કોંગ્રેસે ક્યારે જીતી હતી સીટ

પોરબંદરમાં ભાજપ અને કોંગ્રેસે ક્યારે જીતી હતી સીટ

પોરબંદર કોંગ્રેસ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 1960માં ગુજરાત નવુ રાજ્ય બન્યુ અને 1962માં અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. પ્રથમ ત્રણ ચૂંટણીમાં કોંગ્રેસે પોરબંદર બેઠક કબજે કરી હતી. પરંતુ 1975ની ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું. જનસંઘના વસનજી ખેરાજે આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. 1980 અને 1985માં કોંગ્રેસ ફરી જીતી હતી. પરંતુ 1990માં જનતા દળના શશિકાંત લાખાણીએ કોંગ્રેસને હરાવ્યા હતા. 1995 અને 1998માં ભાજપના બાબુભાઈ બોખીરીયાની જીત થઈ હતી. કોંગ્રેસના અર્જુન મોડવાડિયા 2002 અને 2007માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ આ પછી છેલ્લી બે ચૂંટણીમાં ભાજપના બાબુભાઈ બોખીરીયા પોરબંદરના ધારાસભ્ય છે. હવે 2022ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.

ગુજરાતના ગૌરવ પર ડ્રગ માફિયાઓની ટોળકી બની સક્રિય

ગુજરાતના ગૌરવ પર ડ્રગ માફિયાઓની ટોળકી બની સક્રિય

પોરબંદર ગુજરાતની દક્ષિણે દરિયા કિનારે આવેલુ શહેર છે. જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો તે ઘર હવે કીર્તિ મંદિર તરીકે ઓળખાતુ રાષ્ટ્રીય સ્મારક છે. કીર્તિ મંદિર જૂના ભાટિયા બજારના કસ્તુરબા માર્ગ પર આવેલુ છે. હવે આ વિસ્તાર ગીચ બની ગયો છે. દરરોજ સેંકડો લોકો બાપુના જન્મસ્થળની મુલાકાતે આવે છે. મહાત્મા ગાંધીના આ પૈતૃક ઘરથી બીચ (અરબી સમુદ્ર) માત્ર 550 મીટર દૂર છે. પોરબંદર સુદામાનુ જન્મસ્થળ પણ છે. અહીંના કૃષ્ણ-સુદામા મંદિરમાં ભગવાન કૃષ્ણ અને તેમના શ્રેષ્ઠ મિત્ર સુદામાની એકસાથે પૂજા કરવામાં આવે છે. પોરબંદરની આ ગૌરવવંતી ઓળખ હવે વિવિધ કારણોસર ધૂળ ખાઈ રહી છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવાના કારણે પોરબંદરમાં ડ્રગ માફિયાઓની ટોળકી સક્રિય બની છે. જેના કારણે ગેંગ વોર થતી હતી. રાજકારણ પણ જાતિ અને સમુદાયમાં વહેંચાયેલુ છે. બાબુબાઈ બોખિરિયા અને અર્જૂન મોઢવાડિયા મ્હેર (ક્ષત્રિય) સમુદાયના છે. ગઈ ચૂંટણીમાં બોખિરિયા માત્ર 1855 મતોના નાના માર્જિનથી જીતી શક્યા હતા. અહીંની ચૂંટણીમાં મ્હેર, માછીમાર, બ્રાહ્મણ અને કોળી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

પોરબંદરમાં જાતિનુ રાજકારણ

પોરબંદરમાં જાતિનુ રાજકારણ

દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી માછીમાર સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. આ પોરબંદરનો બીજો સૌથી મોટો મતદાર વર્ગ છે. ગુજરાત ભારતનુ મુખ્ય માછલી ઉત્પાદક રાજ્ય છે. દેશના કુલ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 20 ટકા છે. ગુજરાતમાં મત્સ્ય વ્યવસાયથી લગભગ દોઢ લાખ લોકોને રોજગારી મળી છે. માછીમાર સમુદાયમાં ખારવાસ, મોહીલા કોળી, માછી, વાઘેર, ગોહેલ, સેલર વગેરે જેવા અનેક જાતિઓનો સમાવેશ થાય છે. આ જાતિઓ ચૂંટણીમાં ખૂબ જ મહત્વની હોય છે. 2017ની ચૂંટણીમાં બસપાના આનંદભાઈ મારુને 4337 વોટ મળ્યા હતા. એવુ માનવામાં આવે છે કે આનંદભાઈને માછીમારો અને દલિત મતદારોનો ટેકો હતો. આટલા વોટ કપાવાને કારણે કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા ચૂંટણી હારી ગયા હતા. તેઓ માત્ર 1855 મતથી હાર્યા હતા જ્યારે આનંદભાઈને ચાર હજારથી વધુ મતો મળ્યા હતા. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં વિકાસની ગમે તેટલી વાતો કરવામાં આવે, ચૂંટણીમાં જીત કે હાર માત્ર જ્ઞાતિના ગણિત પર જ નિર્ભર છે.

આમ આદમી પાર્ટીએ માછીમારો પર કર્યુ કેન્દ્રીત

આમ આદમી પાર્ટીએ માછીમારો પર કર્યુ કેન્દ્રીત

2017ની વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી અહીં પ્રચાર માટે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે બાપુના જન્મસ્થળથી જ ભાજપના શાસનને ઉથલાવવાની શરૂઆત થશે. પરંતુ કોંગ્રેસે પોરબંદરની બેઠક તો ગુમાવી એટલુ જ નહિ સત્તા પણ ન મેળવી. 2022માં કોંગ્રેસને આ વખતે પોરબંદરમાં વાપસીની આશા છે. પરંતુ હવે આમ આદમી પાર્ટી તેના વિજયના માર્ગમાં અવરોધ બની શકે છે. આપ દ્વારા ઉમેદવારી કરાયેલ જીવન જુંગી પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ છે. માછીમાર સમુદાયમાં તેમનો પ્રભાવ છે. સ્વાભાવિક છે કે જીવન જુંગીના ઊભા રહેવાથી માછીમાર સમુદાયના મતોમાં વિભાજન થશે. આ વખતે માછીમાર સમાજ અનેક કારણોસર ભાજપથી નારાજ છે. ગુજરાતના 550 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. એક હજારથી વધુ બોટ પાકિસ્તાનના કબજામાં છે. તેમનો આરોપ છે કે ભારત સરકારે આ મામલે તેમની મદદ કરી નથી. તેઓને પોરબંદર બંદરે બોટ પાર્કિંગની સુવિધા પણ મળી નથી. આ અંગે પોરબંદરમાં માછીમારોએ રેલી પણ કાઢી હતી. કોંગ્રેસ માછીમારોની આ નારાજગીનો લાભ લેવા માંગતી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે જીવન જુંગીને ઉમેદવાર બનાવીને કોંગ્રેસની આ આશાને ફટકો આપ્યો છે.

English summary
Gujarat Election: What is the position of Congress in Porbandar? What is the election situation?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X