For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રાહુલ ગાંધી હવે સદ્દામ હુસેન જેવા કેમ દેખાય છે', આસામ CM સરમાએ રાહુલ ગાંધી પર આપ્યુ વિવાદિત નિવેદન

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે રાહુલ ગાંધી પર હુમલો કરીને એક વિવાદિત નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ઘણીવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે રાહુલ ગાંધી પર હુમલો કરીને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધી હવે સદ્દામ હુસૈન જેવા કેમ દેખાય છે. વાસ્તવમાં રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, જેના કારણે તેમની દાઢી મોટી થઈ ગઈ છે. આને લઈને હિમંત બિસ્વા સરમાએ મંગળવારે ટિપ્પણી કરી.

rahul gandhi

અમદાવાદમાં જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીના નવા રૂપમાં કોઈ સમસ્યા નથી. પણ જો તમારે તમારો દેખાવ બદલવો જ હોય તો વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નેહરુ જેવો બનાવો. તમે ગાંધીજી જેવા દેખાતા હોત તો વધુ સારુ થાત, પણ તમે હવે સદ્દામ હુસૈન જેવા કેમ દેખાઓ છો? હિમંત બિસ્વા સરમા અહીંથી ના અટક્યા. તેમણે કહ્યુ કે કોંગ્રેસની સંસ્કૃતિ ભારતની નજીક નથી. તેમની પ્રથાઓ એ લોકોની નજીક છે જે હજુ સુધી ભારતને નથી સમજી શક્યા. તેમણે કહ્યુ કે 2014 સુધી લોકો બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કહેતા હતા. પણ હવે તેઓ કહે છે કે રામ એક ભગવાન છે અને પૂછે છે કે બાબર કોણ છે? આખરે કોંગ્રેસના કાર્યકાળમાં ભગવાન રામની સાથે બાબરનુ નામ શા માટે લાવવામાં આવ્યુ? પણ હવે જુઓ, ગુજરાતના મુખ્યમંત્રી મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે બાબરનુ નામ ભૂંસી નાખ્યુ.

આસામના મુખ્યમંત્રીએ શ્રદ્ધા હત્યા કેસને ટાંકીને લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ કરી હતી. ગુજરાતમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યુ કે મુંબઈમાં રહેતો આફતાબ નામનો છોકરો આપણી હિન્દુ બહેનને લગ્નના બહાને મુંબઈથી દિલ્લી લઈ આવ્યો હતો. આ પછી તેની હત્યા કરી મૃતદેહના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખી દીધા. જ્યારે તેનુ શબ ફ્રીજમાં રાખ્યુ હતુ ત્યારે તેણે અન્ય હિન્દુ યુવતીને રૂમમાં બોલાવી અને તેની સાથે સૂઈ ગયો. જ્યારે પોલીસે તેને પૂછ્યુ કે તે માત્ર એક હિંદુ છોકરીને કેમ લાવ્યો. તો તેણે કહ્યુ કે હિંદુ લોકો કે હિંદુ યુવતીઓ લાગણીશીલ હોય છે. બિસ્વા સરમાએ કહ્યુ કે આપણી બહેનો અને દીકરીઓ સુરક્ષિત રહે, તેથી દેશમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની જરૂર છે. જો કોઈ આ અંગે કડક કાયદો બનાવી શકે છે તો માત્ર મોદીજી જ કરી શકે છે.

English summary
Gujarat Election: why Rahul Gandhi look like Saddam Hussein? ask Assam CM Himanta Biswa Sarma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X