જીજ્ઞેશ મેવાણીની સ્પષ્ટતા નહીં જોડાય કોઇ પણ પાર્ટી સાથે

Written By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જીજ્ઞેશ મેવાણીએ આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે તે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોઇ પણ પક્ષમાં નહીં જોડાય. ઉલ્લેખનીય છે કે જીજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપ્યું હતું. અને નવસર્જન યાત્રામાં જ્યારે રાહુલ ગાંધી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમને મળવાની વાત પણ ચર્ચાઓમાં હતી. પણ તે પછી આજે જીજ્ઞેશ કોંગ્રેસ સમેત કોઇ પણ પાર્ટીમાં ના જોડાવાનું જણાવ્યું છે.

Jignes Mewani

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે. ત્યારે જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ આ ચૂંટણીના મહત્વના યુવા નેતા મનાઇ રહ્યા છે. અલ્પેશ ઠાકોરે પહેલાથી જ કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યો છે. અને હાર્દિકે હજી કોંગ્રેસમાં જોડાવાની કોઇ સ્પષ્ટતા નથી આપી ત્યાં જીજ્ઞેશ મેવાણીએ આજે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોઇ પણ પક્ષમાં ન જોડાવાની વાત કહી છે. જો કે 2017 પછી 2019ની ચૂંટણી પણ આવી રહી છે. અને દલિત નેતા તરીકે ફરી કોઇ પક્ષ જીજ્ઞેશને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી શકે છે. જો કે હાલ પૂરતું તો જીજ્ઞેશ દલિત મુદ્દાઓ પર જ પૂર્ણ રીતે ફોકસ કરવા માંગે છે.

English summary
Gujarat Election: Won't join any political party in 2017 elections says Jignesh Mevani. Read here more news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.