Gujarat Exit Poll : રિપબ્લિકના કહેવા મુજબ કોણ જીતશે?

Gujarat, EXIT POLL, Gujarat Assembly elections 2017, Gujarat Election 2017, exit poll,એક્ઝિટ પોલ, ગુજરાત, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે છેલ્લા તબક્કાનું મતદાન કરવામાં આવ્યું. રાજ્યમાં બીજા તબક્કામાં 68.70% મતદાન થયું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને પૂર્ણ થવાની સાથે જ અલગ અલગ મીડિયા હાઉસ દ્વારા એક્ઝિટ પોલ દર્શાવવામાં આવી રહ્યો છે. જેમાં ભાજપ અને કોંગ્રેસને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પર જીત મળશે તે ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે રિપબ્લિકના એક્ઝિટ પોલ મુજબ આ વખતે પણ 22 વર્ષથી ચાલી આવતી ભાજપની સરકાર જ જીતશે.

GujaratElectionPoll

રિપબ્લિક જન કી બાત એક્ઝિટ પોલ મુજબ ભાજપ બહુમતી સાથે ગુજરાતમાં જીતશે. ભાજપને ગુજરાતમાં 108 સીટો મળશે. તો કોંગ્રેસને 74 બેઠકો પર જીત મળશે. જે બાદથી અપડેટ મુજબ ભાજપ 115 બેઠકો પણ મળી શકે છે તેવો દાવો ચેનલ દ્વારા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ વખતે જે રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર કર્યો છે. તે જોતા ભાજપને ચોક્કસથી કેટલીક બેઠકો ગુમાવી પડે તેવી સંભાવના ઊભી થઇ છે. જો કે કારણ જે પણ આ એક્ઝિટ પોલ કેટલો સાચો છે તે તો 18મી ડિસેમ્બરે જ ખબર પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X