દાહોદ : EVMમાં ગોટાળા ન થાય તે માટે કોંગ્રેસ બની વોચમેન
રાજ્યની ધમધમાટ ભરી ચૂંટણીઓ માંડ માંડ પૂર્ણ થઈ હોય તેવો માહોલ છે અને સોમવારે મતગણતરી થવાની છે ત્યારે અત્યારથી જ બંને મુખ્ય પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપ સત્તા મેળવવાની તૈયારીમાં લાગી ગયા છે. જોકે ઇવીએમ સાથે છેડછાડનો મુદ્દો કોંગ્રેસે શરૂઆતથી જ ઉઠાવી રહી છે ત્યારે દાહોદમાં તો કોંગ્રેસ કાર્યકર્તાઓ ઇવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા છે ત્યાં અકેઠા થઇ બેસી ગયા છે. દાહેદ ઉપરાતં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ઘણા સ્થળે આ રીતે કોંગ્રેસ કાર્યકર્તાઓ ઇવીએમની ચોકીદારી કરી રહ્યા છે.
ઇવીએમ તથા વીવપેટ સાથે કોઈ ચેંડા ન થાય તે માટે કોંગ્રેસના કાર્યકર્તા સ્ટ્રોંગ રૂમની બહાર જ ચોકીદાર બની ગયા છે. અને રાત -દિવસ અહીં ડ્યૂટી કરે છે ઘણા કાર્યકર્તાઓએ તો શિફ્ટ બનાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે દાહોદમાં એન્જિનિયરિંગ કોલેજમાં ઇવીએમ તથા વીવીપેટ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટમાં પણ આ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાસ નેતા હાર્દિક પટેલે પણ ટ્વિટ કર્યુ હતું કે રાત્રે મોટા પાયે ઇવીએમમાં ચેડા થશે. તે પછી કોંગ્રેસે પોતાનો આ પહેરો ચાલુ રાખ્યો છે. નોંધનીય છે કે સોમવારે એટલે કે 18 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. તે પહેલા જ ઇવીએમની ચોકીદારી માટે હાલ તો કોંગ્રેસી કાર્યકર્તાઓ સ્ટ્રોંગરૂમની આસપાસ ફરતા દેખાય છે.