હાર્દિક પટેલનો દાવો કોંગ્રેસને આ ચૂંટણીમાં મળશે 100 સીટો

Written By:
Subscribe to Oneindia News

પાટીદાર નેતા હાર્દિક પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મીડિયા ચેનલ એબીપીના ગુજરાત શિખર સંમેલનમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માંડ 70 ટકા જ સીટો મળશે જ્યારે કોંગ્રેસને 100 વધુ સીટો મળવાની સંભાવના છે. સાથે જ હાર્દિક પટેલ કહ્યું કે તેમને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન આ દેશમાં તે વાતથી તેમને ઘૃણા છે. વધુમાં આ ચર્ચામાં જ્યારે એક પ્રશ્નમાં પુછવામાં આવ્યું કે જે લોકો કેરળમાં ગાયની હત્યા કરે છે તેવી પાર્ટી પર કેવી રીતે વિશ્વાસ કરવો. તો હાર્દિક જણાવ્યું કે જે રીતે ગાયની હત્યા કરનારને સજા થવી જોઇએ તે જ રીતે ગાયના નામે કોઇની હત્યા કરવી તે પણ ખોટું છે.

hardik Patel

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ આ કાર્યક્રમની ચર્ચામાં ગુજરાતના વિકાસ મામલે અનેક આક્ષેપ કર્યા હતા. અને જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસની વાતો કરીને ભાજપે આખા દેશમાં લોકો જોડે વોટ માંગ્યા અને હવે આખા દેશના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી લોકોના પગે પડીને મોદીને વોટ આપી બચાવાની વાત કરી રહ્યા છે. જો કે આ પ્રસંગે હાર્દિકે તેમ પણ કહ્યું કે તે ભાજપને હરાવા નહીં પણ ગુજરાતની જનતાને જીતાડવા માંગે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હાર્દિક પટેલ ટ્વિટ દ્વારા તેવું કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય અને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી ભાજપને વોટ નહીં મળે તે જનતાનો સંકલ્પ છે. અને આ જાણીને ભાજપના હોંશ ઉડી રહ્યા છે.

English summary
Gujarat Elections 2017 : Hardik Patel claim congress may get 100 seats in this election in one interview.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.